Main Menu

વન વિસ્‍તારમાં ચાલતા ગેરકાયદેસર લાયન શો પણ સિંહનાં મોત માટે જવાબદાર

વન વિસ્‍તારમાં ચાલતા ગેરકાયદેસર લાયન શો પણ સિંહનાં મોત માટે જવાબદાર

સિંહોનાં મોતની તપાસ યોગ્‍ય દિશામાં ચાલતી નથી

અમરેલી, તા.4

ગીર ધારી જંગલ વિસ્‍તારમાં વસતાં એશીયાટીક સિંહોએ ગુજરાતની ઓળખ અને ગૌરવ છે. સિંહોને માજવસર્જીત દુર્ઘટનામાં ગુમાવવા પડે તે વ્‍યાજબી નથી.છેલ્‍લાં એક માસમાં ર3થી વધુ સિંહોના મોત થયાં છે. મૃત્‍યુ પામેલા સિંહોમાં વયસ્‍ક સિંહો પણ હતા એટલે કે ઉંમરના લીધે મૃત્‍યુ થયાં નથી. વન વિભાગ આવા સિંહોના મૃત્‍યુનું મનઘડત કારણ ઈન ફાઈટ બતાવીને મૂળ કારણને રફેદફે કરવા માંગતુ હોઈ તેમ જણાય છે. સિંહોની રખેવાળી માટે જે કામગીરી થવી જાઈએ તે થઈ નથી કેમ કે સિંહોને જુદા-જુદા પ્રકારના વાઈરસ જેવા કે ફેનાઈન પરવો, કેનાઈન ડીસ્‍ટેમ્‍પર, ઈમ્‍યુનો ડીફેશ્‍ચ્‍નીશ વગેરેથી સિંહ સિંહણના શ્‍વાસ            નળી-ફેફસા અને લીવરને નુકશાન થતું હોવા છતાં વન તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કે પગલાં લેવામાં આવ્‍યા નથી.

સિંહોના મૃત્‍યુ કુદરતી પ્રક્રિયા સિવાય ન થાય તે માટે લગભગ વર્ષ ર007માં સિંહો પર એક સંશોધન કરવામાં આવ્‍યું હતું કે ભવિષ્‍યમાં સિંહોમાં કોઈ ગંભીર બિમારી આવે તો શું કરવું? પરંતુ તેમ છતાં આજદિન સુધી સિંહોને ડાયેરીયા, તાવ, લોહીવાળા ઝાડા થાય, શરદી, ભૂન ન લાગવી કે રોગ પ્રતિકારક શકિત ઘટી જવી વગેરે બિમારીઓ માટે વન વિભાગ પાસે આધુનિક ટેકનોલોજી અને સાધનોથી સજજ લેબ હોવી જોઈએ તે નથી. પરીણામે સમયસર નિદાનો થતાં નથી. યોગ્‍ય દેખરેખ રખાતી નથી અને તેના કારણે એકીસાથે મોટી સંખ્‍યામાં સિંહોના મૃત્‍યુ થયા છે.

સિંહોને ઉશ્‍કેરવામાં ન આવેતો કયારેય માનવજાત ઉપર હુમલો કરતા નથી. ગીર જંગલમાં નેસડામાં વસતાં માલધારીઓ સિંહોના પ્રોત્‍સાહક અને પાલક હતા તે માલધારીઓને અભ્‍યારણ્‍યની બહાર કરાયા છે તેના કારણે સિંહો ખોરાક-પાણીની શોધમાં જંગલ વિસ્‍તારની બહાર વિહાર કરતા થઈ ગયા છે. મુળ ગીરમાં સિંહોની સંખ્‍યા કરતાં ગીર બોર્ડરના બહારના રેવન્‍યુ વિસ્‍તારમાં સિંહોની સંખ્‍યા

વધારે છે.

બિનકાયદેસર સિંહ દર્શનનો એક મોટો વ્‍યવસાય ચાલે છે. જેમાં વન વિભાગ ખુદ સામેલ છે. સિંહ દર્શન માટે અપાતાં માંસાહાર વખતે તેમાં રસાયણો નાખીને સિંહોને અર્ધબેભાન અવસ્‍થામાં આવે તેવું કરવામાંઆવે છે તેના કારણે સિંહ દર્શન નજીકથી થઈ શકે અને તેના માટે એક વ્‍યકિતઓના ગૃપ દિઠ પ થી 10 હજાર રૂપિયા જેવી રકમ લેવામાં આવે છે. ભૂતકાળમાં સિંહોને રજાંડતા અને મુરઘી બતાવી પરેશાન કરતાં વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગના સત્તાધિશો હરકતમાં આવ્‍યા હતા.

વિશ્‍વમાં એશીયાઈ પ્રજાતિના સિંહોનુ છેલ્‍લું વતન ગીર છે. તે વન વિભાગની બેદરકારીથી લુપ્‍ત થઈ જાઈ તેવી ભીતિ સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને ગુજરાતીઓ સેવી રભ છે કેમ કે હું બહુ જ ગંભીરતાપૂર્વક માનું છું કે રાજય સરકાર દ્વારા સમયસર પગલાં લેવામાં આવ્‍યા હોત અને વન વિભાગ દ્વારા સિંહોની પરીસ્‍થિતીના સમયસર રીવ્‍યુલેવાયા હોત તો ગુજરાતનું ગૌરવ અને સૌરાષ્‍ટ્રની ઓળખસમા સિંહોના મોટી સંખ્‍યામાં એકીસાથે મૃત્‍યુના મુખમાં જતા બચાવી શકાયા હોત.

સિંહોના અકુદરતી મૃત્‍યુ બાબતે, વન વિભાગની બેદરકારી બાબતે તેમજ ભવિષ્‍યમાં આવા બનાવ ન બને તે માટે વન્‍યજીવના નિષ્‍ણાંતોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરાવી બેજવાબદાર વન અધિકારીઓ સામે કડક પગલાં લેવા અને ગુજરાતના ગૌરવને બચાવી લેવા માટે જરૂરી કાર્યવાહી કરવા ઉનાનાં કોંગી ધારાસભ્‍ય પુંજાભાઈ વંશે મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને માંગ કરી છે.