Main Menu

સાવરકુંડલા પંથકને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવા માંગ : ધારાસભ્‍યની ગેરહાજરીમાં ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્‍યું

સ્‍થાનિક ધારાસભ્‍યની ગેરહાજરીમાં ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્‍યું

સાવરકુંડલા પંથકને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવા માંગ

સમગ્ર પંથકમાં મગફળી, કપાસ, તલ વિગેરે પાક પાણી વિના નાશ પામતાં ખેડૂતો ચિંતાતુર

સહકારી અગ્રણી માલાણીની આગેવાનીમાં મોટી સંખ્‍યામાં ખેડૂતો અને સરપંચો ઉપસ્‍થિતરહૃાા

સાવરકુંડલા, તા. 4

વરસાદને અભાવે દુષ્‍કાળના ડાકલા અમરેલી જીલ્‍લામાં વાગી રહૃાા છે. ત્‍યારે સાવરકુંડલા તાલુકાના પ0 ઉપરાંતના ગામડાઓના સરપંચો અને પપ ગ્રામ્‍ય વિસ્‍તારની સહકારી મંડળીઓનાં પ્રમુખ, મંત્રીઓ ઘ્‍વારા સાવરકુંડલાના એપીએમસી ખાતે સહકારી આગેવાન દીપક માલાણીની આગેવાનીમાં સાવરકુંડલા તાલુકામાં ઓછા વરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહૃાો છે. ઘાસચારાની તકલીફ ઉભી થઈ છે. ત્‍યારે સાવરકુંડલામાં ખેડૂતોએ લીધેલ દેવાઓ ભરવાની ક્ષમતા દુષ્‍કાળગ્રસ્‍ત હોવાને કારણે ખેડૂતોને મુશ્‍કેલી ઉભી થઈ હોવાથી ભાજપ-કોંગ્રેસનાં આગેવાનોએ જય જવાન જય કિસાનના નારા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવીને રાજયની સરકાર સમક્ષ સાવરકુંડલા તાલુકાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવાની માંગ ઉભી કરી છે.

કારણ કે જુલાઈ મહિનામાં એકી સાથે8-10 ઈંચ વરસાદના એક રાઉન્‍ડમાં બધો વરસાદ પડેલ છે અને વરસાદનો બીજો રાઉન્‍ડ આવેલ નથી. જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ ખરીફ પાક જેવો કે મગફળી, કપાસ, તલ વિગેરે નાશ પામેલ છે અને પ0 કરતા વધુ દિવસથી વરસાદ ન મળવાથી વાવેતર કરેલ પાકો વરસાદના અભાવે મુરઝાઈને નાશ પામેલ છે. અને હવે વરસાદ આવે તો પણ મુરઝાયેલ ખરીફ પાકમાં કોઈ ઉત્‍પાદન આવે તમ નથી. કારણ કે પાકનીકુદરતી અવસ્‍થાનો ક્રમ જતો રહૃાો છે. આના કારણે અત્‍યારે ખેડૂતો ઘાસચારો, પાણી અને આર્થિક મુશ્‍કેલી ભોગવી રહૃાા છે. જેથી તાત્‍કાલીક અસરથી આ તાલુકાને દુષ્‍કાળગ્રસ્‍ત (અસરગ્રસ્‍ત) જાહેર કરવા આવેદનપત્ર પાઠવીને માંગણી કરવામાં આવી હતી.

ગ્રામ્‍ય વિસ્‍તારને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવાની માંગ સ્‍થાનિક ધારાસભ્‍યની ગેરહાજરીમાં સહકારી આગેવાને કરી હતી. ત્‍યારે સહકારી આગેવાન દિપક માલાણીએ હૈયા વરાળ ઠાલવતા સ્‍થાનિક ધારાસભ્‍ય પર પણ પ્રહારો કર્યા હતા. સાથે ભાજપના પીઢ સહકારી અગ્રણી મનજીબાપા તલાવીયા, શિવરાજભાઈ ખુમાણ (સરપંચ હાથસણી), ચેતન માલાણી (સરપંચ ખડસલી), અરશીભાઈ શ્‍યોરા (સરપંચ ભેંકરા) સહિત 70 ગામના સરપંચો અને પપ સહકારી મંડળીઓના પ્રમુખોએ મામલતદારને દુષ્‍કાળ ગ્રસ્‍ત જાહેર કરવાની માંગ કરી હતી.