Main Menu

વિદ્યાસભા સ્‍કૂલમાં ‘વિશ્‍વ વન્‍યજીવન કલ્‍યાણ’ દિવસની ઉજવણી

               ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળા તથા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉ. માઘ્‍યમિક અને પ્રાથમિક શાળાના સંયુકત ઉપક્રમે ભવિશ્‍વ વન્‍યજીવન કલ્‍યાણભ દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં સંસ્‍થાનાવ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલના માર્ગદર્શનથી વન્‍ય પ્રાણી અને પક્ષીઓનાં પોર્ટ્રેટ સાથે અને તેમની માહિતી આપતું પ્રદર્શન ખુલ્‍લું મુકવામાં આવેલ, જેમાં વિદ્યાસભાનાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ વન્‍ય પ્રાણી અને પક્ષીઓના ચિત્રો અને તેમના વિશે માહિતી આપતાં બેનર્સ તૈયાર કર્યા હતા. જેમનું પ્રદર્શન આ દિને વિદ્યાર્થીઓ માટે ખુલ્‍લુ મુકવામાં આવેલ હતું. આ પ્રદર્શનને વિદ્યાર્થીઓએ ખૂબ આનંદભેર માણ્‍યુ હતું તેમજ વન્‍ય પક્ષી અને પ્રાણીઓ વિશેની માહિતી એકત્રીત કરી લુપ્‍ત થતા પક્ષી અને પ્રાણીઓનું વિદ્યાર્થીઓએ રક્ષણ માટે કાળજી લેવા અને ચકલીઓના રક્ષણ માટે માળા બનાવવાની જરૂરીયાત સમજાવવામાં આવી. પક્ષીઓ આ સૃષ્‍ટિનું અવિભાજય અંગ છે. તેનું રક્ષણ આપણે સૌએ સાથે મળીને કરવું જાઈએ તેની જાગૃતિની જરૂર સમજાવી હતી. પર્યાવરણને પ્રદુષણ, ઘોંઘાટ અને કેમીકલથી બચાવી નિસર્ગનું રક્ષણ કરીશુ તો જ માનવનું રક્ષણ થશે. તે તરફ બાળકોને જાગૃત કરવામાં આવ્‍યા હતા. વિદ્યાર્થીઓએ જિજ્ઞાસાપૂર્વક આ પ્રદર્શન નિહાળી વન્‍ય પ્રાણી અને પક્ષીઓના રક્ષણ માટે શપથ લીધા હતા.