Main Menu

ગુજરાતમાં દર બે દિવસે પાંચ મહિલાઓ અને દીકરીઓ બળાત્‍કારનો ભોગ બની રહી છે

પ્રદેશ કોંગી પ્રવકતા ડો. મનીષ દોશીએ કર્યા શાબ્‍દિક પ્રહારો

અમરેલી, તા.3

ભભબેટી બચાવો, બેટી પઢાઓભભ અને મહિલા સુરક્ષાની માત્ર વાતો કરતી ભાજપ શાસનમાં મહિલા સુરક્ષા સમિતિના અઘ્‍યક્ષ તરીકે રાજયના મુખ્‍યમંત્રી હોવા છતાં બે વર્ષ જેટલો સમય વીતી ગયા હોવા છતાં મહિલા સુરક્ષા સમિતિની એક પણ બેઠક મળી નથી. ત્‍યારે ગુજરાતની મહિલા – દીકરીઓને સુરક્ષા આપવામાં નિષ્‍ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં છેલ્‍લા ર3 વર્ષથી શાસન કરનારા ભાજપ સરકાર મહિલા સુરક્ષામાં જે હદે બેદરકારી અને અસંવેદના દાખવી રહી છે. ત્‍યારે હિંમતનગર અને સુરતની ઘટના નાની બાળકીઓ પરના અત્‍યાચાર અંગે ભાજપ સરકાર જવાબ આપે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યોએ પુછેલા પ્રશ્‍ન સામે સરકારે આપેલે જવાબમાં ગુજરાતમાં છેલ્‍લા પાંચ વર્ષમાં 4394 બળાત્‍કારની ઘટનાઓ બની છે. એટલે કે ગુજરાતમાં દર બે દિવસે પાંચ મહિલાઓ – બહેન – દીકરી અત્‍યાચારનો – બળાત્‍કારનો ભોગ બની રહી છે.માત્ર સુરતમાં છેલ્‍લા 9 મહિનામાં 11 માસુમ બાળકીઓ અત્‍યાચારની ભોગ બની છે. આ છે ભાજપ સરકારની મહિલા સુરક્ષા સલામતીના દાવાની અસલિયત…!

ભાજપા સરકારનો ગૃહ વિભાગ રાજયની મહિલાઓ – બહેન દીકરીઓની સુરક્ષા આપવામાં સરીઆમ નિષ્‍ફળ છે. તત્‍કાલીન ભાજપ સરકારના મુખ્‍યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીએ ગુજરાતની બહેન-દીકરીઓને એક પોસ્‍ટ કાર્ડ લખવાનું કહયું હતું કે આપનો ભાઈ ગાંધીનગરમાં બેઠો છે તમો એક દિવસ જાગો હું તમારા માટે પાંચ વર્ષ જાગીશ હવે ખબર નહિ કે ગુજરાતની બહેન – દીકરીઓની સુરક્ષા માટે ભાજપ સરકાર – ગૃહ વિભાગ કયારે જાગશે ? ભાજપે બહેન – દીકરીઓને સુરક્ષાની મોટી-મોટી ખાત્રી આપીને લાગણી જીતી સત્તા પ્રાપ્‍ત કરી પણ છેલ્‍લા ઘણા સમયથી જે રીતે ભાજપ સરકાર ગૃહ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં સુઈ ગયો છે. ત્‍યારે બહેન દીકરીઓને કયારે સુરક્ષા – ન્‍યાય મળશે ? સુરતની ડીંડોલી અને હિંમતનગરમાં માસુમ બાળકીને પીંખી નાખવાની ઘટના હૃદયગદ્રાવક અને કાળજુ કંપાવનારી છે. તેમ છતાં હજુ સુધી ગૃહ વિભાગે ઝડપી પગલાં ભરવા જોઈએ તેવા કોઈ પગલા ભર્યા નથી.