Main Menu

પૂ. મહંતસ્‍વામી મહારાજનો 8પમો જન્‍મ જયંતિ મહોત્‍સવ દિવ્‍યતાથી ઉજવાયો

               પ.પૂ. મહંતસ્‍વામી મહારાજનાં 8પમાં જનમોત્‍સવ પ્રસંગે અક્ષરવાડી ખાતે આવેલ બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર વહેલી સવારથી ભકતમેદનીથી છલકવા લાગ્‍યું હતું. સવારના પાંચ વાગ્‍યા પહેલા જ સમગ્ર મંદિર પરિસર અને મુખ્‍ય મહોત્‍સવ સ્‍થળ આકાર પામેલું વિશાળ સીડફાર્મ હયૈ હૈયું દળાય એવી રીતે વીરાટ ભકત મેદનીથી હકડેઠઠ ભરાઈ ચૂકયું હતું. આજે પરમપૂજય મહંતસ્‍વામી મહારાજને વધાવવા અને તેમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરવા બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાનાં દેશ-વિદેશમાંથી 600 કરતા પણ વધારે સંતો પધાર્યા હતા. પાંચેય ખંડની ધરતી પરથી પોતાના ગુરુહરિનાં દર્શન માટે સેંકડો હરિભકતો તત્‍પર હતા. આજે વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં પ.પૂ. મહંતસ્‍વામી મહારાજે 8પમાં જન્‍મદિનનો પ્રારંભ અક્ષરવાડી ખાતે બીએપીએસસ્‍વામિનારાયણ મંદિર ભાવનગર ખાતે પરબ્રહ્મ ભગવાન શ્રી સ્‍વામીનારાયણ, અક્ષરપુરુષોત્તમ મહારાજની આરતી ર્ેારા કર્યો હતો. આરતી બાદ પ.પૂ.મહંતસ્‍વામી મહારાજ સૌ કોઈ સંતો-ભકતોને આશીર્વાદની કૃપા દ્રષ્‍ટિ કરી હતી. પ્રાતઃપૂજા દરમિયાન તેમના જીવનકાર્યને સંગીતમય રજૂઆત સાથે ખુબ સુંદર રીતે પ્રસ્‍તુત કરવામાં આવ્‍યા હતા. પ્રાતઃપૂજાને અંતે પ.પૂ. મહંતસ્‍વામી મહારાજે સૌને આશીર્વાદ આપતા જણાવ્‍યું કે ભગવાન આ પૃથ્‍વી પર જન્‍મ ધારણ કરી પધાર્યા અને સૌ ભકતો પર ખુબ મોટી કૃપા કરી છે. આપને ગમે તેટલા મહાન થઈએ પણ ભગવાન આગળ આપનું કાંઈ જ ચાલે તેનાથી ચાલકોમાં મનુષ્‍યને કોઈ સામાન્‍ય પ્રાપ્‍તિ થઈ હોય તો પણ કેફમાં રહે છે. તો ભગવાનની પ્રાપ્‍તિ સૌથી મોટી વાત છે. તેનો મહિમા સમજી હંમેશા કેફમાં રહેવું. વિશેષ વાત કરતા પ.પૂ. મહંતસ્‍વામી મહારાજે જણાવ્‍યું કે અનંત બ્રમાંન્‍દોનો રાજા હોય પણ તેને સત્‍સંગ ના હોય તો તેનું જીવન આલેખે છે. માટે સત્‍સંગ કરવો તેના ર્ેારા જ સારા વચારો આવે છે. અને બળ રહે છે. સત્‍સંગની સાચી સમજણથી સૌને દિવ્‍ય જાણીએ તો અંતરમાં અખંડ આનંદ રહે છે. માટે આઠેય પહોર જો આનંદમાં રહેવું હોય તો સૌને દિવ્‍ય સમજવા. બીએપીએસ સંસ્‍થાનાં વરિષ્ઠ સંતોએ પ.પૂ.મહંતસ્‍વામી મહારાજને પુષ્‍પહાર અર્પણ કરી જન્‍મદિનનાંઅભિનંદન પાઠવ્‍યા હતા. મહોત્‍સવનાં મુખ્‍ય કાર્યક્રમમાં ભગવાનની શાશ્‍વત પરમ્‍પરાનો અમર વારસો ગુણાતીતાનંદ સ્‍વામીથી લઈને આજ મહંતસ્‍વામી મહારાજ સુધી સૌ ગુરુવર્યોમાં તાત્‍વિક રીતે એક સમાન છે તેની અનુભૂતિ કરાવતા તેમના જીવનમાં નિયમધર્મ, પરાભકિત, ભકતવત્‍સલતા, અહમ્‍શુન્‍યતા અને પ્રભાવની દ્રષ્‍ટિ એ કેવી રીતે સામ્‍યતા છે. તેની પ્રેરક રજૂઆત બીએપીએસ સંસ્‍થાનાં વરિષ્ઠ સંતો પૂ. ડોકટર સ્‍વામી, પૂ. વિવેકસાગર સ્‍વામી, પૂ. આત્‍મસ્‍વરૂપ સ્‍વામી વગેરે સંતો કરી હતી. પરમ પૂજય મહન્‍ત સ્‍વામી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્‍યું કે બધું જ કાર્ય ભગવાન ઉપર છોડી દેવું તો મનમાં કઈ જ ભાર ન રહે, આપના ઉપર રાખીએ તો ભાર લાગે. પણ ભગવાન ઉપર ઢોળી દઈએ તો કાર્ય પણ પૂરું થાય અને જરાય ભાર ન લાગે, દરેક સારું કાર્ય સંપીને કરીએ તો તે કાર્યમાં ભગવાન ભળે અને તે સફળતાપૂર્વક પર પડે, માટે જીવનમાં સંપ ખુબ જરૂરી છે. વ્‍યકિતગત સંપથી પરિવાર મજબુત બને, અનેક પરિવારથી શેર મજબુત બને, શહેર ર્ેારા રાજય અને રાજય ર્ેારા દેશ મજબુત બને છે. અને આવી રીતે વૈશ્‍વિક એકતા કેળવી શકાય. પ.પૂ. મહંતસ્‍વામી મહારાજનાં આશીર્વાદથી સૌએ ધન્‍યતા અનુભવી. આ પ્રસંગે બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થા વડીલ સંતોએ પુષ્‍પમાળા ર્ેારા પ.પૂ. મહંતસ્‍વામી મહારાજનાંચરણોમાં ભાવાંજલિ અર્પણ કરી હતી. અને હજારો દીવડા સમૂહ આરતીએ વાતાવરણને મંત્રમુગ્‍ધ બનવી દીધું હતું. સમગ્ર કાર્યક્રમને અંતે મંત્રપુષ્‍પાંજલિ ર્ેારા સૌ ભકતોએ પ.પૂ.મહંત સ્‍વામી મહારાજનાં ચરણોમાં ભકિતઅર્થે અર્પણ કર્યુ હતું. પ.પૂ.મહંત સ્‍વામી મહારાજનાં 8પમાં જન્‍મજયંતિ મહોત્‍સવ પ્રસંગે અક્ષરવાડી બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર ભાવનગર ખાતે રકતદાન કેમ્‍પનું વિશિષ્‍ટ આયોજન થયું હતું. આ રકતદાન કેમ્‍પમાં સેંકડો રકતદાતાઓએ રકતદાન ર્ેારા એક ઉમદા સમાજસેવી કાર્ય કર્યુ હતું.