Main Menu

બગસરાની શ્રી સમર્થ શરાફી સહકારી મંડળી લી.ની સાધારણ સભા યોજાઈ

બગસરાની શ્રી સમર્થ શરાફી સહકારી મંડળી લી.ની સામાન્‍યસભા તા. 30ને રવિવારના રોજ યોજાઈ. જેમાં બગસરા તાલુકાનું ગૌરવ વધારનારા વ્‍યકિતઓને પણ સન્‍માનીત કરવામાં આવ્‍યા. આ કાર્યક્રમમાં જિલ્‍લામાંથી અનેક સામાજીક અને સહકારી આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. બગસરા સમર્થ સહકારી મંડળીની સામાન્‍યસભા યોજાઈ જેમાં બગસરા તાલુકાના 13 જેટલા વિદ્યાર્થીઓ જેમણે રાષ્‍ટ્રીય કક્ષાએ શહેરનું ગૌરવ વધારેલ છે તેમને સન્‍માનીત કરવામાં આવ્‍યા. આ ઉપરાંત બગસરાના સાહિત્‍યના ઘરેણા સમાન તેમજ અનેક સાહિત્‍યના એવોર્ડથી સન્‍માનીત થયેલ કવિ સ્‍નેહી પરમાર તથા હાલમાં જ એન.સી.સી. યુનિટ બગસરાના ટ્રેનિંગ પૂર્ણ કરેલ ઓફીસર વિનોદભાઈ જેઠવા, સીએની પરીક્ષા પાસ થનાર બગસરાના વિદ્યાર્થી તેમજ મોક્ષવાહીનીના દાતા સંજયભાઈ શિંગાળા સહિત અનેક લોકોને સન્‍માનીત કરવામાં આવ્‍યા. સમર્થ શરાફી હસકારી મંડળીની આઠમી સામાન્‍ય સભામાં ડી.કે. રૈયાણી, કૌશિકભાઈ વેકરીયા, સુખદેવભાઈ ધામેલીયા, મનસુખભાઈ ભુવા, મનીષભાઈ સંઘાણી, જય મસરાણી, કાંતીભાઈ સતાસીયા,રાજુભાઈ માંગરોળીયા, એ.વી. રીબડીયા તથા રશ્‍મિનભાઈ ડોડીયા, કનુભાઈ પટોળીયા, વિઠ્ઠલભાઈ ગઢીયા, ધીરૂભાઈ કોટડીયા, મહેશભાઈ વ્‍યાસ સહિતના સહકારી આગેવાનોએ ઉપસ્‍થિત રહી પ્રેરણા પુરી પાડી હતી. આ ઉપરાંત સમર્થ શરાફી સહકારી મંડળી ઘ્‍વારા દીકરીના જન્‍મને વધાવવા જે સભાસદોને ત્‍યાં દીકરીનો જન્‍મ થયો હોય તેઓને કીટ અને રૂા. 11000ના દરેકને બોન્‍ડ અર્પણ કરી સન્‍માનીત કરવામાં આવ્‍યા. તેમજ આગામી દિવસોમાં મંડળીના સભાસદો અને વિસ્‍તાર માટે મંડળીના સ્‍થાપક ચેરમેન અનિલભાઈ વેકરીયા ઘ્‍વારા વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. એમ દિપકભાઈ આંબલીયા ઘ્‍વારા જણાવવામાં આવ્‍યું છે.(Next News) »