Main Menu

સાવરકુંડલામાં ધારાસભ્‍યોનાં પગાર વધારવા બાબતે રોષ : દીપક માલાણીએ ચાબખા માર્યા

સહકારી અગ્રણી દીપક માલાણીએ ચાબખા માર્યા

સાવરકુંડલામાં ધારાસભ્‍યોનાં પગાર વધારવા બાબતે રોષ

જનસેવા માટે પગાર, ભથ્‍થા લેવા હોય તો ધારાસભ્‍ય કરતાં વેપારી બની જવું જોઈએ

ધારાસભ્‍યોનાં પગાર વધારવાની બાબતમાં સત્તાપક્ષ અને વિપક્ષની મિલીભગતનો થયો આક્ષેપ

અમરેલી, તા. ર

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ડિરેકટર અને સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિપકભાઈ માલાણી દ્વારા તાજેતરમાં ગુજરાતના ધારાસભ્‍યોનો પગારમાં 4પ હજારનો માસિક વધારો કરી એક લાખ સોળ હજાર કરવામાં આવતા સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ખાતે ધારાસભ્‍યના પગાર વધારાના વિરોધમાં એક ખાસ જાહેર ચર્ચાનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. આ તકે સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્‍યામાં ખેડૂતો તથા અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. આતકે માલાણી જણાવયું હતું કે વિધાનસભામાં પગાર વધારામાં વિરોધપક્ષ દ્વારા કોઈપણ વિરોધની પ્રતિક્રિયા ન આપતા સમગ્ર રાજયની પ્રજામાં ભારે આશ્‍વર્ય પામ્‍યા હતા. ગુજરાતમાં હજારો યુવાનો કોન્‍ટ્રાકટ બેઝથી માત્ર ચાર આંકડાના પગારમાં વર્ષોથી નોકરી કરી રહયા છે. અને ધારાસભ્‍યો પગાર વધારો લઈ જલસા કરી રહયા છે. ધારાસભ્‍યોના પગાર વધારા સામેની જાહેર ચર્ચામાં સાવરકુંડલા સમગ્ર વિષયે સત્‍ય અને સાર ટુંકમાં કહેવો હોય તો ભભબધુ એક મગ ના બે ફાડા જેવું છે.ભભ બેમાં કોઈ ફરક નથી. ફરક એટલો જ છે કે એક પક્ષ સરકારમાં નથી એટલો જ. એક વ્‍યકિતને મહીને રૂા.4પ,000 પગાર વધારામાં કોણ રહયું પબ્‍લીક સાથે ? કે ગુજરાતની લાગણી સાથે ? બધા જ સદસ્‍યો સતાધારી પક્ષ બની ગયા. વિશેષમાં આ મુદાના વાજબીપણા અંગે જણાવતા કહેલ કે આપણે અહીં મળશું એટલે પગાર વધારો અટકી જશે તેવા ખ્‍યાલમાં નથી રહેવાનું પણ 181 (18ર માંથી 1 ખાલી છે.) ધારાસભ્‍યોએ તેના હાથમાં હતું તે કર્યુ. આપણાં હાથમાં જે જેટલું છે તે આપણે કરવાનું છે. મતલબ અહીથી રજુ થયેલ વિચારો, મંતવ્‍યો માઉથ ટુ માઉથ અથવા પત્રીકાઓના માઘ્‍યમથી વધુમાં વધુ લોકો સુધી લઈ જવાનો નાગરીક ધર્મ બજાવવો પડશે. તો જ આ ડીબેટમાં આવ્‍યાનો અર્થ સરશે. સાથે આશા રાખીએ અને સમગ્રગુજરાત જોગ વિનંતી કરીએ કે આવી ડીબેટ સમગ્ર રાજયમાં ઠેર-ઠેર થાય. ધારાસભ્‍યોનો પગાર વધારોએ જાણે ગુજરાતનો પ્રાણ પ્રશ્‍ન હોય તેમ ગઈ તા.19/9/ર018એ વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપ બધા એક થઈ ગયા. ભાજપ અને કોંગ્રેસ બધાજ સતાવાળાઓ (સમ ખાવા પુરતો પણ વિરોધપક્ષ ન રહયો) મળીને ધારાસભ્‍યોના પગારમાં રૂા.4પ,000 નો જંગી વધારો કરતું બીલ મંજુર કર્યુ. તેનાંથી રાજયની કે પ્રજાની તિજોરી ઉપર કેટલા કરોડ રૂપિયાનો બોજ પડશે ? તેનાથી વધારે ગંભીર વાત તો ફિસપોન્‍ડની પઘ્‍ધતીએ ચાલાકીભરી કાર્યવાહી કરીને પાછલા બારણેથી બીલ દાખલ કરેલ તે છે. સંસદીય પ્રણાલીકા અને ધારાસભાના નીતી – નિયમોનો લોપ કરીને જે સીસટમથી કર્યુ છે. તે નાણાંકીય બોજ કરતા પણ વધારે હાનીકારક મુદો જે પઘ્‍ધતીએ થયું તે છે.

સામાન્‍ય રીતે વિધાનસભામાં બોલવાનો કે પ્રશ્‍ન પુછવાનો વારો ન આવે કે કોઈ મુદે ચર્ચા ન આપે એટલે દેકીરાઓ અને વોકઆઉટ સુત્રોચારો કરતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યોએ એક સાથે એક વ્‍યકિતને રૂા.4પ,000 નો વધારો કરતું બીલ વિધાનસભામાં વિના ચર્ચા કે વિના એજન્‍ડા યુઘ્‍ધના ધોરણે પસાર થયું. તો તેનો કોઈ વિરોધ નહી. તેમાં કોઈ લોકશાહીને ગળાટુપાનું ન લાગ્‍યું કે હીટલરશાહી ન લાગી. બધુ સારૂ દેખાયું. કારણ માત્ર સ્‍વલાભ દેખાયો. તોઆ ધારાસભ્‍યોને આપણે પુછવાનો અધિકાર છે કે ભભસામાન્‍ય ફાલતું મુદામાં આ સરકારે લોકશાહીને ગળાટુપો દીધો છે, અમારો બોલવાનો હકક છીનવી લીધેલ છે.ભભ વિ. રાગ આલાપતા તમને આ કાર્યવાહીમાં તાનાશાહી કે બંધારણીય અધિકારો છીનવાયાનું કેમ ન લાગ્‍યું ? કે ભભનહી ચલેગી – નહી ચલેગી… તેરી તાનાશાહી નહી ચલેગી કે…. ભભ જેવા સુત્રો કોઈ માઈના લાલે કેમ ન પોકાર્યા.

રૂા. 4પ,000 ના જંગી પગાર વધારાના પોતાનાં કૃત્‍યના બચાવમાં સતાવાળાઓ દલીલો કરે છે. કે – આ સ્‍ટેટસનો સવાલ હતો. સરકારના ઉપસચીવ કક્ષાના અધિકારી કરતા ધારાસભ્‍યોનો પગાર ઓછો હતો. ભભજે દલીલ વાહીયાત છે. આવા લોકોએ ખ્‍યાલમાં રાખવું જોઈએ કે સરકારના કલાસ -1 કે તેથી ઉપરના કે નીચેના અધિકારીને અધિકારી બનવા માટે ચોકકસ શૈક્ષણીક લાયકાત અને ચોકકસ ઈન્‍ટરવ્‍યુંની પરીક્ષા પાસ કરવી પડે છે. તેને 1 થી પ ઓફીસ ટાઈમ સતત હાજરી આપવી પડે છે. જે દિવસે ગેર હાજર રહે તેની કપાત પગારની રજા ગણાય છે. ધારાસભ્‍ય બનવામાં કોઈ શૈક્ષણીક લાયકાત કે પસંદગીની કોઈ ચોકકસ પ્રક્રીયા ખરી ? આ 181 માંથી ગે્રજયુએટ કેટલા ? પોતાની ફરજમાં નીયમીતતા રાખે કે ન રાખે આનો પગાર કપાય છે ? શું બધાય ધારાસભ્‍યો બધાય દિવસ પ્રજાકીય કામ કે લોકસેવાનું કરે છે ? પોતાનુંવ્‍યવહારીક કે ધંધાકીય કામ કરતાં નથી ? એટલે અહીંથી સવાલ પુછું છું આને માટે કપાત પગારની જોગવાઈ કેમ નહી ? કેટલાક તો ગૃહમાં ખાલી સહીઓ કરીને હાજરી બતાવવાનું કરીને પાંચ વર્ષ પુરા કરે છે કે શોર – બકોર અને વોકઆઉટ કે સુત્રોચારમાં કાઢે છે. તો પણ પગાર કપાતો નથી. વિધાનસભા ચાલેએ દરમ્‍યાન ફુલ દિવસ હાજરી આપતા હોય તેવા કેટલા ? પેલા તેની તપાસ અને સિસ્‍ટમ તો દાખલ કરો… પછી પગાર વધારાને સરકારી અધિકારીઓના પગાર ધોરણની સાથે કે સ્‍ટેટસના નામે બચાવ કરો. આપણો અહીથી સવાલ છે કે, ધારાસભ્‍યોના પગાર- ભથ્‍થામાં કપાત પગાર રજાની જોગવાઈ કેમ નથી કરતા ? એક બીજી દલીલ એવી કરી કે બધા ધારાસભ્‍યોને આટલા પગારમાં પોસાય નહી. પુરૂ પડે નહી. વિ. એટલે પગાર વધારો જરૂરી છે. આ દલીલ પણ વાહીયાત અને પબ્‍લીક મશ્‍કરી સમાન છે. હકીકતે જેને પગાર કે આવક સીવાય કોઈ ધંધો ન હોય એવા ગરીબ માણસ કે લોકસેવકને ભાગ્‍યે જ ટીકીટ મળે છે. ટીકીટો જ પૈસા ખર્ચીશકે તેમ હોય તેવાને, માલ હોય તેવા ને જ મળે છે. ચુંટણીમાં પુશ્‍કળ પૈસા વાપરી શકે તે ક્રાઈટ એરીયા ટીકીટો માટેનો બની ગયો છે. મતલબ કે કોઈ ગરીબ કે ઓછી આવક વાળા ક્રાઈટ એરીયામાં ભાગ્‍યેજ આવે છે. તેનાંથી નાગરીકો અજાણ નથી. અહીંથી આપણે પુછવું જોઈએકે આપણાં સૌરાષ્‍ટ્રની જ વાત કરો તો સૌરાષ્‍ટ્રના કેટલા ધારાસભ્‍યો ગરીબ છે ? પગાર વધારો ન કરાય તો રજળી પડે એવા કેટલાં ? આમ છતાં કોઈ હોય તો સરકારે સર્વે કરીને જેમ સીમાંત ખેડૂતો અને નાના ખેડૂતોની યાદી બનાવે છે તેમ મર્યાદીત આવકવાળા ધારાસભ્‍યોની યાદી બનાવીને તેમના માટે ખાસ ભથ્‍થા કે સ્‍ટાઈપેન્‍ડનો પ્રબંધ કરતો નિર્ણય કરવો જોઈએ. આ તો ચુંટણીઓમાં કરોડો રૂપિયા ખર્ચે છે. કરોડો રૂપિયા આપીને ટીકીટો લઈ આવે છે. એ પણ ગરીબ અને પગાર વધારાને પાત્ર. બધા સમાન, અને ધારાસભ્‍યોને ન પોસાય તેવી દલીલ નીચે કરોડપતીઓ, અબજોપતીઓને સરખો લાભ. આ તો કેવી રીત ?  સંભળાય છે કે વિરોધપક્ષના નેતાએ જ સરકાર સાથે સમજુતી કરીને પગાર વધારાનો વિરોધ નહી કરવાનું વચન આપેલ. એ નિભાવવા માટે અમે સરકાર સાથે થઈ ગયા. આનાંથી દુઃખદ વાસ્‍તવિકતા ગુજરાતના પ8 વર્ષના ઈતિહાસમાં ભુતકાળમાં કદી સાંભળી નથી. પરેશભાઈ ધાનાણી… હવે ભલા થઈને આનાથી કપરી સમજુતી તમારા લાભ માટે સરકાર સાથે ન કરતા. તોય તમારી કોલેજો અને ધંધાઓ ચાલશે. શિક્ષણ કે અન્‍ય ધંધાઓ ચાલે કે નુકશાન થાય તેની પરવા ન કરતા. અને સમજુતી કરવી હોય તો પાક વિમા, તાર ફેન્‍સીંગ, પોષણક્ષમ ભાવ જેવા ખેડૂતોના પ્રાણ સાટે પ્રશ્‍ને કરજો. આ મુદો અમરેલીજિલ્‍લા માટે ખેદ જનક છે કેમ કે વિરોધપક્ષના નેતા પણ આપણા જિલ્‍લાના છે. આપણા સૌ માટે બીજી ખેદ જનક વાત એ થઈ કે જિલ્‍લાના બીજા એક ધારાસભ્‍યએ આ પગાર વધારાને આવકારીને કહયું કે – ભભબીજા રાજયમાં મળે છે. એટલો પગાર તો નથી થતો તો પણ… ભભ ગુજરાતમાં કોઈને પગાર વધારો ઓછો પડતો હોય તો તેમણે અહીંથી ચુંટણીઓ જ ન લડવી જોઈએ. તે સીવાય તમને ખ્‍યાલ હોવો જોઈએ કે આ રાજયનું ઉદઘાટન પુ. રવિશંકર મહારાજ જેવા મહર્ષિએ કર્યુ હતું. સરકાર આવા ધારાસભ્‍યોને પગાર વધારાની સાથે પુ. મહારાજનાં પ્રવચનની નકલ પણ પહોંચાડે તો સારૂ. વધુમાં આ ધારાસભ્‍ય ઠુંમરે બીજા રાજય કરતા ઓછુ મળે છે તેની સાથે એ પણ કહેવું જોઈએ કે ગુજરાત વાળાને ચુંટણી ફંડ મળે છે. એટલું બીજે કયાંય મળતુ નથી. ગુજરાતનો ઉમેદવાર ચુંટણી પછી જે ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કરી શકે છે. એટલુ બીજા કોઈ રાજયમાં કરી શકતો નથી. ચુંટણી ફંડની વાસ્‍તવીકતાનો એકરાર કરવો જોઈએ. અમરેલીવાળાએ તો ઉમેદવારો માટે પક્ષમાંથી મોકલાતા ફંડમાંથી કટકી કરવાનું અન્‍ય રાજયમાં કે જિલ્‍લામાં થાય છે કે કેમ ? તેનું આત્‍મનીરીક્ષણ પણ કરવું પડે તેમ છે. પ્રજાને કે પક્ષને ચુંટણી ફંડનો હિસાબ તમે આપ્‍યો છે ખરો ? જેના સંસ્‍કારમાં નૈતીકતા અને પ્રમાણીકતા હોય તેનેચુંટણીફંડ અને તેનો હિસાબ પક્ષ કે પ્રજાને પરત કરવો જોઈએ. આપણાં જ જિલ્‍લાના એક ધારાસભ્‍યને ર017ની ચુંટણી પછી આંગડીયા પેઢીમાં રૂપિયા એકત્રીસ કરોડ જેટલી રકમની બેલેન્‍સ રહી ગયેલ. નથી તેની જાણ પક્ષને કે પ્રજાને સત્‍ય માત્ર આંગણીયા પેઢી અને ચુંટણી ફંડ મેળવનાર પુરતુ સીમીત છે. એટલે સત્‍ય બહાર નહી આવે. તો ગુજરાતમાં અને બહારમાં કેટલો ફેર છે તે સાનમાં સમજી જવા જેવું છે. ધારાસભ્‍યો પ્રજા સેવક ગણાય એને પગાર અને આવક હોવી જોઈએ. તેવું આ 181 ધારાસભ્‍યો માનતા હોય તેનો વાંધો નથી પણ લેવલે કામ કરતા સરપંચઓ, તાલુકા અને જિલ્‍લા પંચાયતના સભ્‍યોઓ, વોર્ડવોર્ડ અને શેરીએ – શેરીએ કામ કરતા નગર પાલીકાના કાઉન્‍સેલરઓ પણ ચુંટાયેલ લોકપ્રતિનિધીઓ જ છે. આ બધા તો લોકોના રેશનકાર્ડ, આવક- જન્‍મના દાખલા, પાણી સ્‍ટ્રીટલાઈટ, વિજળી, અરજદારો સાથે કચેરીમાં જવું, વિ. પાયાના કામો કરે છે. તેઓ પણ પગાર હોવો જોઈએ તેવું કેમ માનતા નથી. સ્‍થાનીક લોકો વચ્‍ચે રહેવાનું અને ગ્રાસરૂટ લેવલે કામો કરવાનું તો આ પ્રતિનીધીઓ કરે છે. તેમને પગાર નહી. તેમને મફત એસ.ટી.નહી, તેમના મફત રેલવે નહી, તેમને મફત સારવાર નહી, કોઈ લાભો નહી. આ તે કેવો ભેદભાવ ? એટલે સરપંચઓ, તાલુકા અને જિલ્‍લા પંચાયતના સભ્‍યઓ,નગરપાલીકાના કાઉન્‍સેલરઓ પણ પગાર ભથ્‍થા અને અન્‍ય લાભો માંગવાનો સમય આવી ગયો છે. તેમ અંતમાં દિપકભાઈ માલાણીએ જણાવ્‍યું હતું.