Main Menu

વિદ્યાસભા સ્‍કૂલમાં ગાંધીજીની 1પ0મી જન્‍મજયંતિની ઉજવણી   

             ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ઉ.માઘ્‍યમિક, પ્રાથમિક તથાઅંગ્રેજી માઘ્‍યમ અને શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળાનાં સંયુકત ઉપક્રમે તા.0ર/10/ર018 ને મંગળવારનાં રોજ ગાંધી જયંતી દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમા સંસ્‍થાના ટ્રસ્‍ટી ચતુરભાઈ ખુંટ, નશાબંધી આબકારી વિભાગનાં અધિકારી વી. જે. જાડેજા તથા તમામ વિભાગનાં પ્રિન્‍સીપાલઓ ઉપસ્‍થિત રહૃાા હતા. કાર્યક્રમની શરૂઆત વૈષ્‍ણવજન તો ગાંધીજીનાં પ્રિય ભજનથી થઈ હતી. ત્‍યારબાદ મે. ટ્રસ્‍ટી ચતુરભાઈ ખુંટ, નશાબંધી અને આબકારી વિભાગનાં વી. જે. જાડેજા તથા આચાર્યઓ અને સ્‍ટાફગણે દીપ પ્રાગટય કરી ગાંધીજીને વંદન કર્યા હતા. ધો.11 ના વિદ્યાર્થીઓ આજનાં સમયમાં વ્‍યસનમુકિત અને સ્‍વચ્‍છતા વિશે ગાંધીજીનાં વિચારો વિશેવકતવ્‍ય આપ્‍યુ હતું. ધો. 9 અને 10નાં સ્‍ટુડન્‍ટે ગાંધીજીનાં જીવન અને કાર્ય તથા દેશની આઝાદી માટે કરેલા પ્રચંડ પ્રયત્‍નને ભાવપૂર્વક યાદ કર્યા હતા. મે. ટ્રસ્‍ટી ચતુરભાઈ ખુંટ તથા વી. જે. જાડેજાએ પ્રાસંગિક ઉદ્યબોધન કરી ગાંધીજીના જીવનમાંથી સદગુણોની પ્રેરણા લેવા સૌને શીખ આપી હતી. આજના આ મંગલ દિને ગાંધીજીના પ્રસંગો વિશે પ્રદર્શનીનું આયોજન કર્યુ હતું. જે વિદ્યાર્થીઓએ ખૂબ રસપૂર્વક માણ્‍યુ હતું અને તેમના જીવનનાં વિવિધ પ્રસંગોથી માહિતગાર થયા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક પૂર્ણ થયો હતો. વિદ્યાર્થીઓમાં ગાંધીજી પ્રત્‍યેસન્‍માનની ભાવ, સત્‍ય અને અહિંસા સિદ્ધાંતોથી શકિતથી દેશને આપેલ આઝાદી અને દેશપ્રેમની પ્રેરણા માટે હૃદયપૂર્વક નમસ્‍કાર કર્યા હતા.