Main Menu

અમરેલીમાં કોંગીજનોએ મહાત્‍મા ગાંધીને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરી

               રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની જન્‍મ જયંતિ અવસરે જીલ્‍લા કોંગ્રેસ સમિતિ અમરેલી ઘ્‍વારા ગાંધીબાગ અમરેલી ખાતે મહાત્‍મા ગાંધીની પ્રતિમા સ્‍થળે પૂ. બાપુની જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવેલ હતી. પૂ. બાપુના આદર્શો અનેઅહિંસાના સિઘ્‍ધાંતો પુરી દુનિયામાં સ્‍વીકૃતિ પામ્‍યા હોય ત્‍યારે પૂ. બાપુના સિઘ્‍ધાંતોને અનુસરવાની પ્રતિજ્ઞા સાથે જીલ્‍લા કોંગ્રેસ અગ્રણીઓએ પૂ. બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્‍પોથી ભાવાંજલિ આપવામાં આવેલ હતી. આ પ્રસંગે જીલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા, શરદભાઈ ધાનાણી, જીલ્‍લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ લલિત ઠુંમર, જીલ્‍લા પંચાયત તથા નગરપાલિકાના ચૂંટાયેલ કોંગ્રેસ પ્રતિનિધિઓ, કોંગ્રેસી અગ્રણી અરવિંદભાઈ સિતાપરા, નરેશ અઘ્‍યારૂ, સંદિપ પંડયા, જનક પંડયા, સંદિપ ધાનાણી, દિનેશ સાવલીયા, પ્રકાશ લાખાણી, હંસાબેન જોષી, માધવીબેન જોષી, વસંતભાઈ કાબરીયા તથા મોટી સંખ્‍યામાં કોંગીજનો હાજર રહેલ હતા.« (Previous News)