Main Menu

ડાયનેમિક ગૃપ તથા ઓકસફર્ડ સ્‍કૂલ ર્ેારા મહાત્‍મા ગાંધીનાં જીવન પર સેમિનાર યોજાયો  

              અમરેલીની યુવા પ્રવૃતિ સાથે સંકળાયેલ ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટિઝ – અમરેલી તથા ઓકસફર્ડ સ્‍કૂલ ર્ેારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની 1પ0મી જન્‍મ જયંતિ ઉજવણીનાં ભાગરૂપે પૂ. ગાંધીજીનાં જીવન-કવન વિષય પર સેમિનારનું આયોજન જિલ્‍લા માહિતી નિયામક ભરતભાઈ બસીયાનાં અઘ્‍યક્ષ સ્‍થાને તથા ડાયનેમિક ગૃપનાં પ્રમુખ હરેશ બાવીશીનાં મુખ્‍ય વકતા પદે યોજાયો હતો. સેમિનારનાં પ્રારંભે શબ્‍દોથી સ્‍વાગત ઓકસફર્ડ સ્‍કૂલનાં સ્‍વપ્‍નદ્રષ્‍ટા તથા પ્રિ. મયુરભાઈગજેરાએ કર્યુ હતું. સેમિનારનાં ઉદ્યઘાટક પદે લાયન્‍સ કલબ રોયલનાં પ્રમુખ વસંતભાઈ મોવલીયા તથા પટેલ સમાજનાં પ્રમુખ ડી. કે. રૈયાણી તથા મુખ્‍યમહેમાન તરીકે સમસ્‍ત બ્રહ્મસમાજનાં પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી તથા સમસ્‍ત આહિર સમાજનાં પ્રમુખ જીતુભાઈ ડેર ઉપસ્‍થિત રહૃાાં હતા. આ તકે નાગરિક બેંકનાં ડાયરેકટર કાંતીભાઈ વઘાસિયા તથા અગ્રણી યુવા ઉદ્યોગપતિ હિરેનભાઈ બાંભરોલીયા વિશેષ ઉપસ્‍થિત હતા. સેમિનારમાં બ્રહ્મસમાજનાં પ્રમુખ ઉદયન ત્રિવેદી તથા નાગરિક બેંકના ડાયરેકટર કાંતીભાઈ વઘાસિયાનું સન્‍માન કરાયું હતું. કાર્યક્રમમાં વસંતભાઈ મોવલીયા, ઉદયનભાઈ ત્રિવેદી, અઘ્‍યક્ષ ભરતભાઈ બસીયાએ પ્રાસંગિક ઉદ્યબોધન કરીને ગાંધીજીનાં જીવન-કવનને આપણા જીવનમાં સામેલ કરવા હાંકલ કરી હતી. વકતા પદેથી ડાયનેમિક ગૃપનાં પ્રમુખ હરેશ બાવીશીએ પૂ. મહાત્‍મા ગાંધીનાં જીવનનું વૈશ્‍વિક ફલક પર રહેલ મહત્‍વ સમજાવ્‍યું હતું. સેમિનારનાં અંતે આભાર દર્શન ડાયરેકટર નિલેષભાઈ ગજેરા તથા પ્રહલાદભાઈ વામજાએ કરાવીને વિદ્યાર્થીઓ પાસે સ્‍વચ્‍છતા મિશન અંતર્ગત સંકલ્‍પો લેવરાવ્‍યા હતા. કાર્યક્રમનું સુંદર તથા અસરકારક સંચાલન ઓકસફર્ડ સ્‍કૂલનાં શિક્ષિકા અદિતી જોષીએ કર્યુ હતું.