Main Menu

નર્મદા જળાશયનાં દરવાજા ચડી ગયા છતાં પણ ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી

ગુજરાતની પાણીની સમસ્‍યા કયારેય ભૂતકાળ બનતી જ નથી

નર્મદા જળાશયનાં દરવાજા ચડી ગયા છતાં પણ ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી

ભાજપ-કોંગ્રેસની લડાઈમાં ખેડૂતોનો ખો નીકળી રહૃાો છે

અમરેલી, તા.ર9

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી સરદાર સરોવર યોજના પૂર્ણ થઈ ગઈ અને તેનું વાજતે-ગાજતે લોકાર્પણ કરવામાં આવ્‍યું અને ભાજપીઓ હોંશે હોંશે કહેતા હતા કે ગુજરાતની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્‍યા હવે ભૂતકાળ બની જશે તેવું ખરા અર્થમાં થયું નથી.

અમરેલી સહિત રાજયના અનેક વિસ્‍તારોમાં અપૂરતો વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહયો છે. ખેતરો સુધી સરદાર સરોવરનું પાણી પહોંચતું નથી. અને સૌની યોજનાનું લશ્‍કર કયાં લડે છે તેની કોઈને ખબર નથી. ભાજપ- કોંગ્રેસ વચ્‍ચે માત્ર ખોટી દલીલો કરીને ખેડૂતો સહિત રાજયની જનતાને મૂર્ખ બનાવવામાં આવી રહી છે.