Main Menu

દલખાણીયા રેન્‍જમાં 14 સિંહોનો મોતનો મામલો : વનમંત્રી ગણપત વસાવા ઘટના સ્‍થળે દોડી આવ્‍યા

દલખાણીયા રેન્‍જમાં 14 સિંહોનો મોતનો મામલો

વનમંત્રી ગણપત વસાવા ઘટના સ્‍થળે દોડી આવ્‍યા

વનવિભાગની વધુ એક કચેરી ખોલીને સ્‍ટાફ વધારવાનું આશ્‍વાસન અપાયું

4થી પ સિંહો સારવારમાં અને 100 જેટલી ટીમ દ્વારા સિંહનું ચેકીંગ કરાયું

ધારી, તા. ર9

ધારી નજીક 14-14 સિંહોના મોતની ઘટના બાદદિલ્‍હી, દહેરાદુન વનતંત્રની ટીમો ઘટના સ્‍થળની મુલાકાત લઈ સિંહોનાં મોતનું કારણ જાણવા મથામણ કરી હતી. જે અંતર્ગત રાજયનાં વનમંત્રી ધારી નજીક સિંહોના મોતના સ્‍થળની મુલાકાત લેવા આવ્‍યા હતા અને લોક સંપર્કના અનુસંધાને ગીરકાંઠાના ગામોના સરપંચો, આગેવાનો સાથે સંવાદ યોજવામાં આવ્‍યો હતો. વનવિભાગના રોજમદારો ઘ્‍વારા પણ પોતાનાં પ્રશ્‍નો વનમંત્રી સમક્ષ મુકયા હતા.

વિગતો અનુસાર ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્‍જની સરસીયા વીટીમાં પ્રથમ 11 સિંહો બાદમાં 3 સિંહો મળી 14 જેટલા સિંહ, સિંહણ, સિંહબાળ બીમારી (ઈન્‍ફેશન) અને ઈનફાઈટમાં મોતને ભેટયા હતા. જે અંગે અમુક સિંહોના એફએસએલ રિપોર્ટ પુનાની લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્‍યા છે.

સમગ્ર ઘટનાને લઈને વનમંત્રી ગણપત વસાવા સિંહોના મોત થયા તે સરસીયા વીડી (પૂર્વ-પશ્ચિમ)ની મુલાકાત લીધી હતી અને લોકસંપર્ક વધારવા ગીરકાંઠાનાં ગામોના સરપંચો, આગેવાનો સાથે સીધો સંવાદ યોજાયો હતો. જેથી સિંહોના મોત થાય, સિંહ બીમાર હોય, ઈજાગ્રસ્‍ત હોય તો વનતંત્રને માહિતી મળી જાય. અગાઉના સમયમાં લોકો, માલધારીઓ વનવિભાગને સિંહોની ઈજા વગેરેની જાણ કરતા જેથી સિંહો બીમાર હોય તો વનતંત્રને બાતમી મળતી હતી. પરંતુ થોડા સમયથી વનવિભાગે લોકોથી દુરી બનાવી હતી. તાજેતરમાં જ ધારીડીસીએફ ઘ્‍વારા એક નિવૃત વનકર્મીની મદદ લેવાનું પણ ટાળ્‍યું હતું અને તેમનું અપમાન કર્યુ હતું. અને સમગ્ર નિવૃત કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી અને ઉચ્‍ચકક્ષાએ ફરિયાદ કરી હતી. જેથી આજે ખુદ વનમંત્રીએ લોકસંપર્ક વધારવા લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. અને વનમિત્ર વધારવા પર ભાર મુકયો હતો. તેમજ સૌરાષ્‍ટ્રમાં વધુ એક ડિવીઝન ફાળવવા, સ્‍ટાફ વધારવા, વાહનોની સંખ્‍યા વધારાશે તેમ જણાવ્‍યું હતું તે 14 સિંહોના જયાં મોત થયા તે ઘટના સ્‍થળની મુલાકાત લીધી હતી અને સિંહોના મોત બીમારી તથા ઈનફાઈટમાં થયાનું જણાવ્‍યું હતું. તેમ છતાં પૂનાની લેબોરેટરીનો એફએસએલ રિપોર્ટ આવ્‍યા બાદ મોતનું કારણ સામે આવે તેમ જણાવ્‍યું હતું. તો રોજમદાર કર્મીઓને કાયમી અંગેના પ્રશ્‍નોની રજુઆત રોજમદાર કર્મીઓએ કરી યોગ્‍ય કરવા માંગ કરી હતી.