Main Menu

બગસરા પાલિકા દ્વારા ‘સર્જીકલ સ્‍ટ્રાઈક ડે’ની ભવ્‍ય ઉજવણી કરાઈ

દેશ અને દુનિયામાં ભારતની સેનાએ સર્જીકલ સ્‍ટ્રાઈક કરી એક ઈતિહાસ રચેલ એ શુભ દિને બગસરા નગરપાલિકા દ્વારા મામલતદાર, તલાટના અઘ્‍યક્ષ સ્‍થાને અને કાર્યક્રમના ઉદઘાટક રશ્‍વિનભાઈ ડોડીઆની ઉપસ્‍થિતિમાં સર્જીકલ સ્‍ટ્રાઈક ડેની ભવ્‍ય ઉજવણી અત્રેની મેઘાણી હાઈસ્‍કૂલ ખાતે એન.સી.સી., નેવી સહિતના કેડેટોએ પરેડ સાથે સલામી આપી કાર્યક્રમની ભવ્‍ય ઉજવણી કરવામાં આવેલ. આ ઉજવણી સાથે બગસરા પંથકના સેનામાં શહીદ થનાર મેજબ ઋષિકેશ રામાણી પરિવાર, ભાવેશ રાખસીયા પરિવાર, યુસુફ સૈયદ પરિવારનું સન્‍માનપત્ર સહિતથી ભવ્‍ય સન્‍માન કરવામાં આવેલ. આ સાથે સેનામાં નિવૃત થનાર ફોજીને પણ સન્‍માનીત કરવામાં આવેલ. આ તકે મામલતદારે દેશના જવાનોને યાદ કરી વીરતાને અભિનંદન પાઠવેલ. રશ્‍વિનભાઈ ડોડીઆએ દેશના સૈનિકોની તાકાત અને હિંમતને બિરદાવી ભારત મહાસતા તરફ જઈ રહયું છે. તેની પ્રગતિ દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વમાં દેશ આગળ જઈરહયો છે તેમ જણાવેલ. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ચંપાબેન                   બઢીયા, ઉપપ્રમુખ નિતેશભાઈ ડોડીઆ, પૂર્વ પ્રમુખ એ.વી. રીબડીયા, હરેશભાઈ પટોળીયા, રેખાબેન પરમાર, જીતેન્‍દ્રભાઈ બોરીચા, અલ્‍પેશભાઈ ગોહિલ, મહેશભાઈ બોરીચા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમની શરૂઆતમાં સ્‍વાગત પ્રવચન શેખવાએ કરેલ. જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્‍નેહી પરમારે કરેલ.« (Previous News)