Main Menu

બાબરા પાલિકાનાં પ્રમુખ પદે વનરાજભાઈ વાળા અને ઉપપ્રમુખ પદે જગદીશભાઈ કારેટિયાની વરણી

બાબરા, તા. ર8

બાબરા નગરપાલિકાના વર્તમાન પ્રમુખ ખીમજીભાઈ મારૂની મુદત તા. ર9/9નાં રોજ પૂર્ણ થતાં આજરોજ આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવા જિલ્‍લા કલેકટર ઘ્‍વારા જાહેરનામું પ્રસિઘ્‍ધ કર્યુ હતું.

જેના અનુસંધાને આજરો તા. ર8/9નાં રોજ સવારે 11 કલાકે અમરેલી જિલ્‍લા પ્રાંત અધિકારીના અઘ્‍યક્ષ સ્‍થાને પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે બાબરા પીએસઆઈ સરવૈયા સહિતના પોલીસ સ્‍ટાફ ઘ્‍વારા પુરતો બંદોબસ્‍ત જાળવ્‍યો હતો.

બાબરામાં નગરપાલિકાની કચેરીમાં સવારે 11 કલાકે અમરેલી પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર એન.કે. પંડયા, જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ ખર્જુનભાઈ સોસા, પાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારૂ સહિત કોંગ્રેસનાં તમામ 19 સભ્‍યોની ઉપસ્‍થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે અહીં અન્‍ય કોઈ દાવેદાર ઘ્‍વારા ફોર્મ રજુ નહી થતાં વનરાજભાઈ વાળાને પ્રમુખ તરીકે અને જગદીશભાઈકારેટિયાને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્‍યા હતા.

બાબરા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે ત્‍યારે આગામી અઢી વર્ષ સુધી ફરી નવા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે યુવાન બેલડી ચૂંટાઈ આવતા તાલુકાના અને શહેર કોંગ્રેસના આગેવાનો ઘ્‍વારા ઢોલ-નગાર વગાડી મોં મીઠા કરી ખુશી વ્‍યકત કરી હતી.

નગરપાલિકામાં નવનિયુકત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા વનરાજભાઈ વાળા જણાવ્‍યું હતું કે પ્રજાના કામ કરવા એ મારી પહેલી પ્રાથમિકતા રહેશે. પાલિકાના તમામ સભ્‍યો સાથે સંકલન સાધી શહેરના વિકાસના કાર્યો આગળ વધારશું.