Main Menu

અમરેલી જિલ્‍લામાં વરસાદનાં અભાવે દુષ્‍કાળ ડોકીયા કરતો હોય આગોતરૂ આયોજન કરવુ જરૂરી

ભારતીય કિસાન સંઘે કલેકટરને આવેદન પત્ર પાઠવ્‍યું

અમરેલી જિલ્‍લામાં વરસાદનાં અભાવે દુષ્‍કાળ ડોકીયા કરતો હોય આગોતરૂ આયોજન કરવુ જરૂરી

વીજળી, પાકવીમા સહિતનાં મામલે રાહત આપવા માંગ કરી

અમરેલી, તા.19

ચાલુ વર્ષ દરમ્‍યાન સિઝનનો ખૂબ જ ઓછો વરસાદ એટલે કે માત્ર એક જ વરસાદ કુલ સિઝનનો 4 થી 10 ઇંચ જેટલો જ વરસાદ થયેલ છે. તેવા સંજોગોમાં હાલ દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતી નિર્માણ થઈ છે. રાજયનાં તેમજ અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોએ તેની પાસે રહેલ જમીનનાં પ્રમાણમાં પુરતુ એટલે કે ખાતર, બીયારણ, જંતુનાશક દવા ખેડ ખર્ચે બધુ જ પુરતુ ખર્ચે કરી નખેલ હોય હાલ દરેક પાક વરસાદ નહી હોવાથી તેમજ નહીવત વરસાદને હિસાબે તૈયાર પાક નિષ્‍ફળ જાય તેવી સ્‍થીતી છે. ખેડૂતોનાં મોઢામાં આવેલ કોળીયો ઝુટવાઈ ગયેલ હોય તેવા સંજોગોમાં ખેડૂત પુરતા પ્રમાણમાં આર્થીક મુશ્‍કેલીમાં મુકાય ગયેલ હોય હાલ ખેડૂત આત્‍મહત્‍યા જેવાબનાવ પણ બનવા લાગેલ હોય હવે વરસાદ થાય તો પણ વર્ષ ફેઈલ જાય તેવી સ્‍થીતી છે. હજુ કોઈપણ પ્રકારનું દુષ્‍કાળ માટે આગોતરૂ આયોજન થયેલ નથી.

વધુમાં જણાવે છે કે, ખેડૂત તેમજ માલધારી માટે અગાઉથી જ ઘાસચારાની વ્‍યવસ્‍થા તેમજ હજુ સૌરાષ્‍ટ્રનાં બધાજ ડેમો ખાલી છે પાણી નથી તો પીવાનાં પાણીની અગાઉથી વ્‍યવસ્‍થા કરવી. તેમજ સૌની યોજના મારફતે સૌરાષ્‍ટ્રનાં ખાલી ડેમો પાણીથી ભરવામાં આવે, મજુરો તેમજ ખેતી ઉપર નિર્ભર દરેક લોકો માટે તેમના નિર્વાહ માટે રાહત કામ વિગેરે અગાઉથી આયોજન કરવું.

વધુમાં જણાવેલ છે કે, ખેડૂતોએ લીધેલ દરેક બેંકો માંથી પાક ધીરાણ તેમજ ખેતી માંથી લીધેલ દરેક પ્રકારની લોન માફી આપવી. ખેત ઓજાર તેમજ બીયારણ, જંતુનાશક દવા, ખાતર તેમજ ખેતીમાં વપરાતા ટ્રેકટર, ટે્રઈલર વિગેરેને જી.એસ.ટી. તેમજ દરેક પ્રકારનાં ટેક્ષ માંથી કાયમી ધોરણે મુકતી આપવી. જે ખેડૂતોને કુવા દારમાં પાણી છે ત્‍યારે પાક બચાવવા સળંગ એક ધારી 10 કલાક વિજળી આપવી. નબળુ વર્ષ છે ત્‍યારે દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતીમાં ખેતી વીજ જોડાણ જે ખેડૂતોને છે તેને થ્રીફેઝ વીજ કનેશનમાં એક વર્ષ માટે વીજ બીલ માફી આપવી.

ડ્રીપ એરીગેશનમાં 100 ટકા સબસીડી આપવી. તેમજ ખેડૂતોએ સબસીડીમાં ખેત ઉપયોગમાં વપરાતા મોટાટ્રેકટરનાં ઓજારો, મીની ટ્રેકટર, ખેતરમાં પાઈપ લાઈન બેસાડવાની તેમજ ગોડાઉન વિગેરે વિગેરેની સબ સીડી ગ્રાન્‍ટનાં અભાવે અટકેલ છે તે તાત્‍કાલીક ખેડૂતનાં ખાતામાં જમા કરવી. ખેડૂતો માથે જે પી.જી.વી.સી.એલ. નાં 13પ જેવી કલમનાં કેસ તેમજ પી.ડી.સી. કનેકશન કેસ અન્‍ય કોઈ કેસ હોય તો તેમા યોગ્‍ય નિર્ણય લઈ ખેડૂતોને માફ કરી કાયમી ખેડૂતોને મુકત કરવા.

વધુમાં જણાવે છે કે, જે કોઈ ખેડૂત તેની બાજુની લાગુ સરકારી જમીન પડતર જમીનમાં દાર અથવા કુવો કરવા માંગણી કરે તો ખેડૂતને ખેતી કરવા તેમજ પાક બચાવવા માટે સરકારે યોગ્‍ય નિર્ણય કરી નીયમ અનુસાર જમીન ફાળવવામાં આવે. ખેડૂતોનાં ખેતરમાં હજુ પાક ઉભો છે ત્‍યાં ખેડૂતોનાં અતી મહત્‍વ પાક વિમામાં ઉપયોગી પાણી પત્રક તલાટી મારફત અગાઉથી વહેલી તકે કરવામાં આવે જેથી એકપણ ખેડૂત વીમા માંથી વંચીત રહે નહી.

ઉપરનાં મુદા ઘ્‍યાને લઈ તાત્‍કાલીક સરકારમાં રજુઆરત કરી યોગ્‍ય વહેલાસર નિર્ણય કરવા કિસાન સંઘે કલેકટરને પાઠવેલ આવેદનમાં માંગ કરી છે.