Main Menu

ભૈ વાહ : સાવરકુંડલા માર્કેટયાર્ડની ચૂંટણીમાં સરેરાશ 9ર ટકા જેટલું મતદાન નોંધાયું

પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાયું

સાવરકુંડલા, તા.18

સાવરકુંડલા માર્કેટયાર્ડની ચૂંટણી યોજાઈ. 9ર ટકા કરતા વધુમતદાનથયું. ખેડૂતો અને વેપારીઓ દ્વારા ઉત્‍સાહ પૂર્વક મતદાન કરવામાં આવ્‍યું.

સાવરકુંડલા માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બે ખેડૂત બુથ અને એક વેપારી બુથ કુલ ત્રણ બુથો બનાવવામાં આવ્‍યા હતા. જેમાં ખેડૂતોના કુલ 671માંથી 617 મત આપવામાં આવ્‍યા હતા. જેની મતદાનની ટકાવારી 91.9પ% અને વેપારીઓના 17રમાંથી 161 મત પડયા હતા. જેની ટકાવારી 93.60% થયું હતું. સાવરકુંડલા માર્કેટયાર્ડમાં પૂર્વ ધારાસભ્‍ય કાળુભાઈ વિરાણી અને માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન દિપકભાઈ માલાણીની પેનલો સામે સામે ઉભા રહી ચૂંટણીનો જંગ ખેલ્‍યો હતો. અને ભાજપ-કોંગ્રેસની પેનલો સામે સામે ઉભી રહી મતદાન કર્યું હતું. મતદાન સ્‍થળ પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત પણ ગોઠવવામાં આવ્‍યો હતો.