Main Menu

અમરેલીની સાયન્‍સ અને આર્ટસ કોલેજ ખાતે હિન્‍દી-વિભાગ ર્ેારા હિન્‍દી દિવસની ઉજવણી

ગુજરાતનાં મુખ્‍યમંત્રી જીવરાજ મહેતા ર્ેારા સ્‍થાપિતસંસ્‍થા ભભવિદ્યાસભાભભ ર્ેારા સંચાલિત કમાણી સાયન્‍સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે હિન્‍દી-વિભાગનાં વિદ્યાર્થીઓ ર્ેારા આજરોજ સંસ્‍થામાં હિન્‍દી દિવસનાં કાર્યક્રમનું આયોજન થયું હતું. સર્વ પ્રથમ હિન્‍દી વિભાગનાં અઘ્‍યક્ષ ડો. આર.એમ. રાઠોડે હિન્‍દી દિવસનાં મહત્‍વ વિશે વિસ્‍તારથી વાત કરી હતી. હિન્‍દી ભાષા રાષ્‍ટ્રની એકતાનો આધાર છે. કોઈ પણ દેશ રાષ્‍ટ્રભાષા વગર પાંગળો ગણાય આજના હિન્‍દી દિવસનાં અવસરે વકૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન થયું હતું. વકૃત્‍વ સ્‍પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ હતા જોષી દેવાંગ, દેવમુરારી રઘુવીર, ચૌહાણ મહેબૂબા અને નાગલા સેજલ આજનાં કાર્યક્રમનું આયોજન કરવામાં તથા સફળ બનાવવામાં મહેનત કરનાર વિદ્યાર્થીઓ હતા- સોલંકી બકુલ, મોરે મયુર, હિરાણી નૈતિક, તથા હર્ષદ વગેરે.(Next News) »