Main Menu

લીલીયાનાં સનાળીયામાં રહેણાંક મકાનમાંથી દીપડાને ઝડપી લેવાયો

પાડીનું મારણ કરતા વનકર્મીઓ દોડી ગયા

લીલીયાનાં સનાળીયામાં રહેણાંક મકાનમાંથી દીપડાને ઝડપી લેવાયો

લીલીયા મોટા, તા.1પ

લીલીયા તાલુકાનાં      સનાળીયા ગામની સીમમાં પાછલા કેટલાક દિવસોથી દિપડો માલધારીઓ અને ખેડૂતોને સતાવી રહયો હતો. જેને લઈ પાછલા કેટલાક દિવસોથી વન વિભાગ દ્વારા દિપડાને પાંજરે પુરવા કવાયત હાથધરી હતી. ગત રાત્રીના સ્‍થાનિક અરજણભાઈ વાડદોરીયાના રહેણાંક મકાનમાં પાછળના ભાગે પાડીનું મારણ કરતા વન વિભાગનો જાણ કરતા સ્‍થાનિક ફોરેસ્‍ટર ખાંભલા, ટ્રેકટર અમજદભાઈ કુરેશી, રાજુભાઈ ખુમાણ, નારણભાઈ કાસોટીયા, રાજુભાઈ બેરા સહિતના સ્‍ટાફ કર્મચારીઓ ઘટના સ્‍થળે દોડી આવી દિપડાને પાજરે પુરી ગીર અભ્‍યારણમાં છુટો કરવા લઈ ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્‍યું હતું.