Main Menu

બાબરામાં સમસ્‍ત બ્રહ્મસમાજ ર્ેારા આયોજિત ગણપતિ મહોત્‍સવમાં બ્રહ્મસમાજનાં આગેવાનોએ દર્શનનો લાભ લીધો  

              બાબરામાં ગાયત્રી મંદિર ખાતે સમસ્‍ત બ્રહ્મસમાજ ર્ેારા ગણપતિ મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. જેનો બાબરા સમસ્‍ત બ્રહ્મસમાજનાં લોકો દર્શન અને આરતીનો લાભ મોટી સંખ્‍યામાં લાભ મેળવી રહૃાા છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાનાં નવ નિયુકત બ્રહ્મસમાજનાં પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી, મહામંત્રી તુષારભાઈ જોષી, રોહિતભાઈ મહેતા અને રજનીકાંત રાવલ સહિતનાં આગેવાનો ગણેશ ઉત્‍સવમાં પધારી ગણપતિ દાદાનાં દર્શન કરી પૂજન અર્ચન કરવામાં આવ્‍યું હતું.આ તકે બાબરા સમસ્‍ત બ્રહ્મસમાજનાં યુવા અગ્રણીઓ ર્ેારા તમામ આગેવાનોનું ભવ્‍યસ્‍વાગત કરી સન્‍માન કર્યુ હતું. બાબરા તાલુકાનાં ધરાઈ ગામનાં બાલમુકુંદજીના મુખ્‍યાજી મિતુલભાઈ જોશી અને જનકભાઈ જોષી વિશેષ ઉપસ્‍થિત રહૃાાં હતાં અને તમામ આગેવાનોનું સન્‍માન કર્યુ હતું. આ તકે અમરેલી જીલ્‍લાનાં સમસ્‍ત બ્રહ્મસમાજનાં પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી ર્ેારા બાબરા સમસ્‍ત બ્રહ્મસમાજની કામગીરી અને કાર્યક્રમને આવકારી અભિનંદન પાઠવ્‍યા હતા. આ તકે બ્રહ્મસમાજનાં અગ્રણી નરૂભાઈ ત્રિવેદી, મનોજભાઈ કનૈયા, હિરેનભાઈ દવે, કનુભાઈ જોશી, વસંતભાઈ તેરૈયા, નરેશભાઈ ઉપાઘ્‍યાય, વિપુલભાઈ ત્રિવેદી, પી. પી. જોશી,નરેન્‍દ્રભાઈ રાવળ, પંકજભાઈ ઈન્‍દ્રોડિયા, કુલદિપભાઈ ભટ્ટ, જગદીશભાઈ મહેતા, મૌલિકભાઈ, રમેશભાઈ, બોનીભાઈ સહિતનાં સ્‍થાનિક યુવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.