Main Menu

આલે લે : કુંકાવાવમાં મોટે ઉપાડે સ્‍વચ્‍છતા અભિયાન બાદ પુનઃ ગંદકીનાં ગંજ ખડકાયા

ડીડીઓએ સ્‍વચ્‍છતા કરી ત્‍યાંજ ગંદકીનાં ગંજ ખડકાયા

કુંકાવાવ, તા.14

કુંકાવાવમાં બે માસ પહેલા બસ સ્‍ટેન્‍ડ પાસે જયાં ગંદકી હતી ત્‍યાં સફાઈ અભિયાનના ભાગરૂપે ગંદકી હટાવવાની કામગીરીમાં વહીવટી તંત્ર તથા જિલ્‍લા વિકાસ અધિકારી સહિતના આગેવાનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.જયારે ત્‍યારબાદ ફરી આ જગ્‍યા ઉપર ગંદકીના ગંજ ખડકાયા છે. અને ત્‍યાં દર રવિવારે ફેરીયાઓ દ્વારા રવિવારી બજાર બેસે છે. ત્‍યાં ફરી ભયાનક ગંદકીના દ્રશ્‍યો જોવા મળી રહયા છે. ત્‍યારે પંચાયત દ્વારા જે સ્‍થળને સફાઈ કરીને સ્‍વચ્‍છ બનાવવામાં આવ્‍યું હતું તે સ્‍થળ ફરી ગંદકી અને કચરાના કારણે વધુ ગંદકી થઈ રહી છે. જેના કારણે રવિવારે બેસતા વેપારીઓ પોતે જાતે થોડી ઘણી સફાઈ કરીને પોતાની બેસવાની વ્‍યવસ્‍થા કરી રહયા છે. ત્‍યારે જે જગ્‍યા ઉપર ગંદકી હટાવવા માટે વહીવટી તંત્રએ આટલો ખર્ચ કર્યો હતો તે પાણીમાં જતો હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે. ત્‍યારે સતાધિશોએ ફરી આ સ્‍થળની મુલાકાત લેવી જરૂરી બને છે.



(Next News) »