Main Menu

બુરે દિન : ધારીનાં સામુહીક આરોગ્‍ય કેન્‍દ્રમાં અઠવાડીયામાં તબીબની નિમણુંકની ખાત્રીનું સુરસુરીયુ

ભાજપનાં આગેવાનો આરોગ્‍ય મંત્રીનાં વખાણ કરીને થાકી ગયા હતા

બુરે દિન : ધારીનાં સામુહીક આરોગ્‍ય કેન્‍દ્રમાં અઠવાડીયામાં તબીબની નિમણુંકની ખાત્રીનું સુરસુરીયુ

જો તબીબોની ખાલી જગ્‍યા નહીં ભરાઈ તો ચેમ્‍બરની આંદોલનની ચીમકી

ધારી, તા. 14

ધારી સીવીલ હોસ્‍પિટલમાં હાલમાં કોઈ કાયમી ડોકટર નથી અને અત્‍યારે બહારગામથી ડોકટરો મુકવામાં આવે છે. જેનાથી ધારી અને આજુબાજુનાં ગામડાઓમાંથી આવતા દર્દીઓને અલગ અલગ ડોકટર હોવાથી નિદાન અને સારવારમાં મુશ્‍કેલી પડે છે. ધારી સીવીલમાં રોજ 300થી 3પ0 દર્દીની ઓપીડી રહે છે. ત્‍યારે થોડા સમય પહેલા ધારી સીવીલમાં બે નવા કાયમી ડોકટર મુકવામાં આવેલ છે. પણ આ બંને માંથી એકપણ ડોકટરને ધારી સીવીલ હોસ્‍પિટલમાં ફરજ ઉપર હાજર થવુ નથી તેવું અમારી જાણમાં છે. ત્‍યારે ડોકટરો તાત્‍કાલીક હાજર થાય તેવી નમ્ર વિનંતી અને ટુંક સમયમાં ધારી સીવીલ હોસ્‍પિટલમાં ડોકટરો હાજર નહી થાય તો ના છૂટકે ધારી અને આજુબાજુનાંગામડાનાં ગરીબ દર્દીઓનાં હિત માટે ઉપવાસ આંદોલન અને ધારી ગામ બંધ રાખવાની ફરજ પડશે. છેલ્‍લા ઘણાં સમયથી ધારી સીવીલમાં એકપણ કાયમી ડોકટર નથી અનેકવાર રજૂઆત કરવા છતાં ડોકટર હાજર થતા નથી. જેથી આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેમ ચેમ્‍બર ઓફ કોમર્સનાં પ્રમુખ પરેશ પટ્ટણીએ આરોગ્‍યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે.