Main Menu

ભાંકોદરની સ્‍વાન એલ.એન.જી. કંપની સામે રોષનો માહોલ

ગામજનોની અતિ કિંમતી જમીન પચાવી પાડયાનો ચોંકાવનારો આક્ષેપ

ભાંકોદરની સ્‍વાન એલ.એન.જી. કંપની સામે રોષનો માહોલ

ઔદ્યોગીકરણની આંધળી દોટમાં નિર્દોષ ગામજનો અને ખેડૂતો પાયમાલ થઈ રહૃાા છે

જાફરાબાદ, તા. 14

જાફરાબાદ તાલુકાનાં દરિયાકાંઠા વિસ્‍તારનાં ભાંકોદર ગામે સ્‍વાન એલ.એન.જી. નામની કંપની ગેસ આયાત કરવા માટે જેટીનું નિર્માણ કરી રહી છે. આ કંપની આ ગામમાં લોક સુનાવણી કર્યા વગર જ સરકારની મંજૂરી લઈ લોક સુનાવણી કોવાયા ગામમાં યોજવામાં આવી હતી તેવું કહેવાય છે. પરંતુ અહિયા પ્રશ્‍ન એ ઉદભવે છે કે જે ગામમાં કંપની આવવાની છે એ ગામમાં  લોક સુનાવણી કેમ યોજવામાં ના આવી તેમજ આ ગામનાં ભોળા, અભણ લોકોને જાણ પણ કરવામાં ના આવી. આમ આ કંપની ઘ્‍વારા કાયદાને નેવે મુકીને સરકારની આંખોમાં ધૂળ નાખીને મંજૂરી મેળવી લીધી છે. કંપની જે જગ્‍યાએ જેટીનું નિર્માણ કરી રહી છે તેમાં 8પ% થી વધુ જમીન ભાંકોદર ગામની છે. પરંતુ કંપની સરકાર અને દેશના લોકોને ઉલ્‍લુ બનાવતી હોય તેમ સ્‍વાન એલએનજી પ્રાઈવેટ લિમિટેડ જાફરાબાદનું નામ પોતાના તમામ કાગળોમાં ઉપયોગ કરે છે જે ગામની જમીનનો ઉપયોગ કરે છે તે ગામના નામનો પણ કયાંય ઉલ્‍લેખ સુઘ્‍ધા કરેલ નથી. તેમજ કંપનીના અધિકારીઓએ ગામના અભણઅને ભોળા લોકોને લેખિત બાંહેધરી આપવાના બદલે ફકત મૌખિક બાંહેધરી આપવામાં આવેલ છે. જેના કારણે લોકો કાંઈ રજૂઆત કરી ના શકે. કંપની ઘ્‍વારા મોટાભાગના કોન્‍ટ્રાકટ બહાર લોકોને આપી લીધા તેમજ ગામના ફકત 4-પ રાજકીય વગ ધરાવતા લોકોને જ કોન્‍ટ્રાકટ આપ્‍યા તેમજ કંપનીએ ગામના ઘણા બધા વિદ્યાર્થીઓ જે ખાનગી શાળાઓમાં અભ્‍યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓની ફી આપવાની વાત કરી હતી. પરંતુ ઘણા વિદ્યાર્થીઓની ફી હજુ સુધી ના ભરવાનાં કારણે વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાંથી લિવીંગ સર્ટિફીકેટ પણ કાઢી આપતા નથી. તેમજ કંપની ઘ્‍વારા ગામના લોકોને વાહનો લેવડાવ્‍યા પરંતુ વર્ક ઓર્ડર ના આપ્‍યા તેના કારણે ગામના ઘણા લોકોને વાહનોના હપ્‍તા ભરવાના પણ ફાંફા પડે છે. કંપનીના અધિકારીઓ ગામના યુવાનો તથા ખેડૂતો પ્રત્‍યે ભેદભાવભર્યુ વર્તન કરે છે. ગામના ઘણા લોકોને નોકરીના બદલામાં પગાર પણ ચુકવવામાં આવ્‍યા નથી. તેમ ઘણા વર્ષો પહેલાં અલ્‍ટ્રાટેક કંપની કોવાયા ઘ્‍વારા ભાંકોદર ગામની જમીન સંપાદન કરી ખેડૂતોને વળતર તથા ધંધા-રોજગાર આપવાની બાંહેધરી આપવામાં આવી હતું. પરંતુ સીઆરઝેડની હદના કારણે કંપની ત્‍યાં માઈનીંગ કરી શકે તેમ નથી તેના કારણે જમીનોના કબજો વર્ષોથી ખેડૂતો પાસે છે. આ વિસ્‍તાર બાજરાની ખેતી માટેપ્રખ્‍યાત છે તેમજ અહીયા થોડા વર્ષોમાં સરગવાની ખેતી પણ સારા પ્રમાણમાં થઈ છે. પરંતુ આ સ્‍વાન એલએનજી કંપનીએ ખેડૂતોને વળતર કે ધંધા-રોજગાર વગર જ જમીન પર કબજો કરી લીધો ખેડૂતોને જાણ કર્યા વગર તેમના ઉભા પાકો પર મશીનો ચલાવી દે છે. ખેડૂતોને જાણ કર્યા વગર જમીનમાં તાર ફેન્‍સીંગ કરી દે છે. આવી અનેક સમસ્‍યાઓનાં પરિણામે અંતે ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલનનો રસ્‍તો અપનાવ્‍યો છે. ગ્રામજનોને આંદોલન માટે ફકત 3 જ દિવસની મંજૂરી આપવામાં આવી.

અહીં પ્રશ્‍ન એ ઉદભવે છે કે કયાં કારણોસર ગ્રામજનોને મંજૂરી માટે ધકકા ખવરાવવામાં આવે છે. હવે આગામી દિવસોમાં તંત્ર ઘ્‍વારા ફરી મંજુરી આપવામાં આવે છે કે નહી કે પછી તંત્ર પણ રાજકીય ઈશારે ગામડાનાં અભણ, ભોળા લોકોને મંજૂરી માટે ધકકા ખવરાવવામાં આવે છે. ગ્રામજનો શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરી રહૃાા છે છતાં પણ તંત્ર ઘ્‍વારા મંજૂરી આપવામાં વિલંબ શા માટે કરવામાં આવે છે ? આંદોલનકારીઓ ઘ્‍વારા 16 સપ્‍ટેમ્‍બરથી ફરી મંજૂરી માટે અરજી કરી પરંતુ પોલીસ તંત્ર હજુ સુધી અભિપ્રાય આપવામાં આવ્‍યો નથી તેનાં કારણે ઉપસરપંચ લાલાભાઈ શિયાળા સહિતના લોકોએ જાફરાબાદ પોલીસ સ્‍ટેશનમાં ધકકો ખાઈ પાછું આવવું પડયું. આંદોલનના બીજા દિવસે માજી સરપંચમેઘાભાઈ બારૈયા, સોંડાભાઈ ચાવડા, કમલેશભાઈ કવાડ, પાચાભાઈ ધુંધળવા, રામજીભાઈ સાંખટ, બચુભાઈ બારૈયા, ખીમજીભાઈ ધુંધળવા, ધારાબેન    ધુંધળવા સહિતના ગામના મહિલાઓ, બાળકો, યુવાનો, વડીલો છાવણીમાં ઉપસ્‍થિત રહૃાા હતા.