Main Menu

અમરેલીની વિદ્યાસભા સ્‍કૂલમાં હિન્‍દી દિનની ઉજવણી  

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉ.માઘ્‍યમિક શાળા તથા માઘ્‍યમિક અને પ્રાથમિક શાળા અંગ્રેજી તથા ગુજરાતી માઘ્‍યમના સંયુકત ઉપક્રમે તા.14/09/ર018નાં રોજ રાષ્‍ટ્રીય હિન્‍દી દિનની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે શાળાનાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ વર્ગવ્‍યવહાર તથા બોલચાલમાં હિન્‍દી ભાષાનો પ્રયોગ કર્યો હતો. રાષ્‍ટ્ર ભાષા હિન્‍દી પ્રત્‍યે પ્રેમ જાગૃત થાય તેવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્‍યા હતા. વિદ્યાર્થીઓ ર્ેારા પ્રાર્થનાસભા હિન્‍દી ભાષામાં રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તથા શિક્ષકોર્ેારા ભહિન્‍દી ભાષાનું મહત્‍વભ વિષય પર વકતૃત્‍વ આપ્‍યુ હતું. આ તકે ઈન્‍ચાર્જ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ર્ેારા વિવિધ પોસ્‍ટર તેમજ સ્‍લોગન શાળાનાં બુલેટિન બોર્ડ પર લગાવવામાં આવ્‍યા હતા તેમજ નિબંધ સ્‍પર્ધા, કાવ્‍યગાન સ્‍પર્ધા અને વકતૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ હતી. આ રીતે વિદ્યાર્થીઓમાં પોતાના રાષ્‍ટ્રની રાષ્‍ટ્રભાષા પ્રત્‍યે ગૌરવની ભાવના પ્રગટે તેવા હેતુથી હિન્‍દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલે તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને હિન્‍દી દિવસની શુભકામના પાઠવી હતી.