Main Menu

અમરેલીનાં સીનીયર સીટીઝન પાર્કમાં આજે રાત્રીનાં હાસ્‍ય કલાકાર જમાવટ કરશે

અમરેલી, તા.14

અમરેલીનાં સીનીયર સીટીઝન પાર્કમાં આવતીકાલ શનિવારે સાંજે 8 કલાકે મહાઆરતી અને રાત્રીનાં 9 કલાકે હાસ્‍ય કલાકાર દેવકુભાઈ કનાળાનો પ્રોગ્રામ યોજાશે. શહેરીજનોને લાભ લેવા રોટરી કલબ દ્વારા અનુરોધ કરાયો છે.

અમરેલીનાં સીનીયર સીટીઝન પાર્કમાં સૌ પ્રથમ યોજાયેલ ભભગણેશોત્‍સવભભ જબ્‍બરૂ આકર્ષણ જગાવ્‍યું છે. રોટરીકલબ દ્વારા સુંદર આયોજન થતાં મોટી સંખ્‍યામાં શહેરીજનો ગણેશોત્‍સવનો લાભ લઈ રહયા છે.