Main Menu

અમરેલી એલસીબીએ મોબાઈલ ચોરી કરનાર આરોપીને ઝડપી લીધો

 

પા.પુ.ની કચેરીમાંથી મોબાઈલ ચોરી કરી હતી

અમરેલી, તા.14

અમરેલી એલ.સી.બી.એ સાવરકુંડલા તાલુકાના ચરખડીયા ગામના પાદરમાંથી એક ઈસમને ચોરી મોબાઈલ ફોન સાથે આરોપીને પકડી પાડેલ છે અને તેની પાસેથી ચોરીનો મોબાઈલ ફોન રીકવર          કરેલ છે.

પકડાયેલ આરોપી રણજીતભાઈ ઓઢાભાઈ વાળા (ઉ.વ.ર4) ધંધો : પ્રાઈવેટ નોકરી, રહે. વિઠ્ઠલપુર ખંભાળીયા, તા.જિ. અમરેલી. આરોપી પાસેથી મળી આવેલ મુદામાલમાં સેમસંગ કંપનીનો જે-7 મોડેલનો ટચસ્‍ક્રીનમોબાઈલ ફોન કિંમત રૂા. 10,000.

પૂછપરછ દરમિયાન આરોપીએ ઉપરોકત મોબાઈલ ફોન પંદર વીશ દિવસ પહેલા સીમરણ ગામના પાટીયા પાસે આવેલ પાણી પુરવઠાની ઓફિસમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોય. આ અંગે ખરાઈ કરતા સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે.માં ફ.ગુ.ર.નં. 84/ર018 ઈ.પી.કો. કલમ 379 મુજબનો ગુન્‍હો રજી. થયેલ હોય જે અનડીટેકટ ગુન્‍હો ડીટેકટ કરવામાં અમરેલી એલ.સી.બી.એ સફળતા મેળવેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી.ના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.કે. વાઘેલા, એસ.ઓ.જી. પો.સ.ઈ. આર.કે. કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.