Main Menu

દેવરાજીયા ગામે તળાવનાં પાળા પાસે છૂપાવેલ વિદેશી દારૂની 30 બોટલ ઝડપાઈ

 

અજાણ્‍યા શખ્‍સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ

અમરેલી, તા.14

અમરેલી તાલુકાના દેવરાજીયા ગામે આવેલ તળાવના પાળા પાસે અવાવરૂ જગ્‍યામાં સરકારી પડતર જમીનમાં કોઈ અજાણ્‍યા ઈસમે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-30 કિંમત રૂા. 3ર હજારનો છૂપાવેલ હોય, અમરેલી તાલુકા પોલીસને જાણ થતાં તે વિદેશી દારૂ ઝડપી લઈ અજાણ્‍યા ઈસમ સામે ફરિયાદ નોંધાઈ છે