Main Menu

અમરેલી જિલ્‍લા ખરીદ વેચાણ સંઘનાં પ્રમુખ તરીકે પાનસુરીયા અને ઉપપ્રમુખ તરીકે ધાનાણીની વરણી

સાંસદ કાછડીયા, પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં

અમરેલી જિલ્‍લા ખરીદ વેચાણ સંઘનાં પ્રમુખ તરીકે પાનસુરીયા અને ઉપપ્રમુખ તરીકે ધાનાણીની વરણી

એકાદ દાયકાથી પ્રમુખ તરીકે કામગીરી કરનાર લાખાણી જવાબદારીમુકત

અમરેલી, તા.14

અમરેલી જિલ્‍લા ખરીદ-વેચાણ સંઘનાં પ્રમુખ તરીકે ચલાલાના જયંતિભાઈ પાનસુરીયા અને ઉપપ્રમુખ તરીકે એમ.આર. ધાનાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

આજે પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્‍વિન સાવલીયા સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં હોદેદારોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે ઉપરોકત પ્રકારની વરણી થઈ હતી.

એકાદ દાયકાથી પ્રમુખ તરીકે કામગીરી કરનાર ભાજપના પૂર્વ પ્રમુખ શરદ લાખાણી જવાબદારીમુકત થયા છે.