Main Menu

લ્‍યો બોલો : કુંકાવાવનાં સરકારી દવાખાનામાં પી.એમ. રૂમની જમીન બાબતે વિવાદ

પંચાયતઅને આરોગ્‍ય વિભાગ વચ્‍ચે વિવાદ શરૂ

કુંકાવાવ, તા.14

કુંકાવાવની સરકારી હોસ્‍પિટલ ખાતે નવું બાંધકામ ચાલી રહયું છે. જેમાં પી.એમ. માટે નવો રૂમ બનાવવામાં આવી રહયો છે. અને કામ પૂર્ણ થવાના આરે છે. ત્‍યારે ગામ પંચાયતને જાણ થઈ કે આ જમીન તો ગ્રામ પંચાયતની છે. અને મેઈન કવાર્ટર માટેની છે. જેથી આ બાબતે સરકારી દવાખાનાના કોન્‍ટ્રાકટરને જાણ કરીને કામકાજ બંધ કરવા જણાવાયું છે. ત્‍યારે સરકારી હોસ્‍પિટલના સતાધીશોને આ જમીન બાબતે કોઈ જાણકારી નથી અને ઉપરથી પ્‍લાન મુજબ બાંધકામ કરવામાં આવી રહયું છે ત્‍યારે સરકારી જમીન કોની છે તે બાબતે વિવાદ થતા હાલ પંચાયત અને આરોગ્‍ય વિભાગ સામસામે આવી જતા કામ અટકાવાયું છે અને કામ પૂરા થવાના આરે છે ત્‍યારે વિવાદ થતા અનેક આક્ષેપો થઈ રહયા છે અને આ વિવાદમાં પણ હવનમાં હાડકા નાખીને આ વિવાદ આગળ વધે તેવા પ્રયાસ કરી રહયા છે ત્‍યારે આ બાબતે સરકારી બન્‍ને વિભાગ દ્વારા યોગ્‍ય ઉકેલ શોધીને વિવાદ પૂર્ણ કરવો જોઈએ તેવી લોકો માંગ કરી રહયા છે.