Main Menu

અરે વાહ : સાવરકુંડલા શહેરનાં કોંગી પૂર્વ પ્રમુખનાં આંગણે ભાજપી આગેવાનોનો જમાવડો થયો

લોકસભાની ચૂંટણી નજીક હોય નવા-જુનીનાં એંધાણ જોવા મળે છે

અરે વાહ : સાવરકુંડલા શહેરનાં કોંગી પૂર્વ પ્રમુખનાં આંગણે ભાજપી આગેવાનોનો જમાવડો થયો

સાવરકુંડલા પંથકમાં કોંગ્રેસની પરિસ્‍થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે

સાવરકુંડલા, તા. 13

ર019ની ચૂંટણીના પડઘમ વાગી રહૃાા છે ત્‍યારે રાજકારણ સક્રિય થઈ ગયું છે. સાવરકુંડલા શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખનાં આંગણે ભાજપના દિગ્‍ગજ નેતાઓ મુલાકાત લેતા કોંગ્રેસનાં આંતરકલહ સામે ભાજપનાં નેતાઓની ઓચિંતી મુલાકાત નવા સમીકરણો તેઝ થઈ ગયાની ચર્ચા સંભળાઈ રહી છે.

રાજકારણમાં કાયમી કોઈ શત્રુ નથી કે કાયમી કોઈ દોસ્‍ત નથી તે કહેવત સાવરકુંડલામાં સાકાર થઈ છે. સાવરકુંડલા શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને રઘુવંશી સમાજમાં આદરભર્યુ સ્‍થાન ધરાવતા હસુભાઈ સૂચકનાં ઘરે આજે ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપ સંઘાણી, અમરેલીના 108 ગણાતા સાંસદ નારણ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રી વી. વી. વઘાસિયા, અમર ડેરીનાં ચેરમેન અશ્‍વિન સાવલીયા સાથે ભાજપનાં મોવડી મંડળનાં અગ્રણીઓની મુલાકાત કાઈજ નવાજ સમીકરણો સાકાર થઈ રહૃાાની ગતિવિધિ જણાઈ છે. ર019ની લોકસભાની ચૂંટણી નજીક છે ત્‍યારે કોંગ્રેસનાંઅગ્રણી હસુભાઈ સૂચકનાં આંગણે કોંગ્રેસનાં ચાણકય ગણાતા નવીનચંદ્ર રવાણીનાં પુત્ર અને કોંગ્રેસનાં રાજકોટનાં નિરીક્ષક ચંદ્રેશ રવાણી,બ્રહ્મ સમાજનાં અગ્રણી ગીરીશદાદા રાજયગુરુ સહિતના કોંગ્રેસનાં આગેવાનો સાથે ગુપ્‍ત થયેલી બેઠકમાં દિલીપ સંઘાણી અને સાંસદ નારણ કાછડીયા સહિતનાં ભાજપી નેતાઓએ નાસ્‍તા પાણી કરતા નવા જુનીનાં એંધાણો સાકાર થઈ રહૃાાની પ્રતીતિ જોવા મળતી હતી. હસુ સૂચકનાં ઘર આંગણે નાગરિક બેંકના ચેરમેન અને અમરેલી જિલ્‍લા બ્રહ્મ સમાજનાં ઉપપ્રમુખ પરાગ ત્રિવેદી, નાગરિક બેંકના વાઈસ ચેરમેન અશ્‍વિન ઉપાઘ્‍યાય, પાલિકાના પૂર્વ પ્રમુખ કેશુભાઈ વાઘેલા, ઉદ્યોગપતિ ઘનશ્‍યામ ડોબરીયા, અરવિંદ માંગુકીયા, સગર સમાજનાં મોભી હરિકાકા સગર, વીરદાદા જસરાજ સેનાનાં પ્રમુખ હિતેષ સરૈયા, પાલિકાનાં સદસ્‍ય ભરત પથ્‍થર સમાજનાં પ્રમુખ બટુક ઉનાવા મુસ્‍લિમ સમાજનાં આગેવાન મુસ્‍તાક જાદવ સહિતનાં ભાજપ કોંગ્રેસનાં આગેવાનો આ ખાનગી મીટીંગમાં ખાસ ઉપસ્‍થિત રહૃાા હતા ત્‍યારે અંદરખાને કાઈક રંધાઈ રહૃાું હોવાની વાતો વહેતી થઈ છે ત્‍યારે શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ હસુભાઈ સુચકે કુટુંબી સંબંધોનાં નાતે સંઘાણી અને સાંસદ પધાર્યાનું જણાવ્‍યું હતું. અંદર ખાને મળતી માહિતી મુજબ ભાજપનાં નેતાઓએ સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસનાંઆગેવાનો નેતાઓ વચ્‍ચે આંતરકલહ વઘ્‍યો હોવાનો ફાયદો ભાજપ ઉઠાવીને આગામી ર019 માટેની રણનીતી હોવાનું ચર્ચાઈ રહૃાું છે, ત્‍યારે ભાજપી નેતાઓની મુલાકાત એક કાંકરે બે પક્ષી મારીને કોંગ્રેસને પછડાટ આપવાની રાજનીતિ છે કે પછી કોંગ્રેસનાં નેતા હસુ સૂચક અને ચંદ્રેશ રવાણીની કાંઈક અલગ જ રાજ રમત છે તે તો સમય જ કહેશે.