Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ

લીલીયા મોટા : પુંજાપાદર નિવાસી ઠાકર હસમુખભાઈ પ્રેમશંકર (ઉ.વ.પ6) તે ડી.પી. ઠાકરના નાના ભાઈ તથા અરવિંદભાઈ ઠાકરના મોટાભાઈ તેમજ હિમાલય ઠાકરના પિતાજી તેમજ નિરજ ઠાકરના કાકા તથા જયકુમાર મોટા ઉમરડા તથા ધવલભાઈ ઠાકર અમરેલીના સસરાનું તા.રર/8ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રપ/8ને શનિવારના રોજ બપોરે 3 થી 6 તેમના નિવાસ સ્‍થાને પુંજાપાદર મુકામે રાખેલ છે.

બગસરા : વડીયા નિવાસી હાલ દિલ્‍હી રહેતા દિનેશભાઈ છગનભાઈ (ઉ.વ.6પ)નું તા.ર1ને મંગળવારના રોજ દિલ્‍હી મુકામે અવસાન થયેલ છે. તે પ્રભુદાસભાઈ (બગસરા), સ્‍વ. શાંતિભાઈ (સુરત) તથા અરવિંદભાઈ (રાજકોટ)ના નાના ભાઈ તેમજ ધીરજલાલ રામજીભાઈ દક્ષીણી ધ્રાંગધ્રાના જમાઈ થાય છે. સદગતની સાદડી તા.ર7ને સોમવારના રોજ લોહાણા મહાજન વાડી, બગસરા ખાતે સાંજે 4 થી પ કલાકે રાખેલ છે.

ઈશ્‍વરીયા (તા. કુંકાવાવ) : ઈશ્‍વરીયા તા. કુંકાવાવ નિવાસી નિવૃત્ત એએસઆઈ ગૌતમભાઈ ભગુભાઈ વાળા (ઉ.વ. 60) તે ભીખુભાઈ,દાદભાઈ, ગભરૂભાઈ, સુરેશભાઈ, ચંદુભાઈ, .મેદભાઈના ભાઈ, રાજેશ્‍વરીબા ગૌતમભાઈ વાળાના પિતા અને વનરાજસિંહ ગભરૂભાઈ વાળાના કાકાનું તા. રર નાં અવસાન થયું છે. સદગતનું બેસણું તેમની ઉત્તરક્રિયા સુધી ઈશ્‍વરીયા, તા. કુંકાવાવ મુકામે ગભરૂભાઈ વાળાના નિવાસ સ્‍થાને રાખેલ છે.



« (Previous News)