Main Menu

કેરાળા ગામનાં પાટીયા નજીક ભાર રીક્ષા પલ્‍ટી જતાં ચાલકનું મોત

એકસલ તૂટી જતાં અકસ્‍માતની ઘટના બની

અમરેલી, તા. ર0

અમરેલી-લાઠી વચ્‍ચે આવેલ કેરાળા ગામનાંપાટીયા પાસે ભાર રીક્ષાની એકસલ તૂટી જતાં રીક્ષા ચાલકનું ગંભીર ઈજાઓ થવાનાં કારણે મોત નિપજયું હતું. જયારે આ રીક્ષામાં બેઠેલા લોકોને નાની-મોટી ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતા.

આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ચાવંડ ગામે રહેતા દીલીપપરી ભુપતપરી ગૌસ્‍વામી ગત તા.18નાં રોજ બપોરે પોતાના હવાલાવાળી છકડો રીક્ષા પુર ઝડપે ચલાવી અને અમરેલી-લાઠી રોડ વચ્‍ચ ેઆવેલ કેરાળા ગામનાં પાટીયા પાસેથી પસાર થતાં હતા ત્‍યારે અચાનક જ આ રીક્ષાની એકસલ તૂટી જતાં રીક્ષા રોડ સાઈડમાં પલટી જતાં આ રીક્ષા ચાલકનું ગંભીર ઈજા થવાનાં કારણે મોત થયું હતું જયારે અન્‍ય લોકોને નાની-મોટી ઈજાઓ થતાં જીતુભાઈ ગંભીરભાઈ વાસકલાએ લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.(Next News) »