Main Menu

અમરેલીમાં ‘‘વર્લ્‍ડ ફોટોગ્રાફસ ડે”ની ઉત્‍સાહભેર ઉજવણી

               અમરેલી જિલ્‍લાનાં ફોટોગ્રાફર્સ તથા વીડીયોગ્રાફર્સની તમામ પ્રાથમિક સમસ્‍યા નિવારવા તથા સંગઠન મજબુત બનાવવાનાં આશયે સ્‍થાપિત અમરેલી જિલ્‍લા ફોટોગ્રાફર્સ એન્‍ડ વીડીયોગ્રાફર્સ એસો. ર્ેારા વર્લ્‍ડ ફોટોગ્રાફર્સ ડેની ઉજવણી કરવાનાં હેતુ સારૂ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ સેમિનારનાં અઘ્‍યક્ષ સ્‍થાને ફોટોપાર્ક કલર લેબનાં માલિક પ્રિતેશભાઈ તન્‍ના તથા મુખ્‍ય મહેમાન પદે પ્રતિબિંબ કલર લેબનાં પંકજભાઈ, એસોસિએશન પ્રમુખ વસંતભાઈ બાવીશી, વિરાજભાઈ, ભરતભાઈ સાવલીયા, અશોકભાઈ, રાજુભાઈ ગઢીયા, અમીતજાની, ભરતભાઈ ભટ્ટ, વિશ્‍વાસ વાઘેલા, બંધન આર્ટનાં અમીતભાઈ એસો.ના ધારી-બગસરા- સાવરકુંડલા, લીલીયા, દામનગર, બાબરા, લાઠી વિ. તાલુકા પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહૃાાં હતા. સેમિનારનાં પ્રારંભે સૌનું શબ્‍દોથી સ્‍વાગત વિરલભાઈ ભટ્ટ ર્ેારા તથા દીપ પ્રાગટય મંચસ્‍થ મહેમાનો ર્ેારા કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સુંદર આયોજન બદલ એસો.નાં પ્રમુખ વસંતભાઈ બાવીશી તથા મુખ્‍ય વકતા અને સહયોગી દાતાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. મુખ્‍યવકતા સાથીયા સ્‍ટુડીયોનાં માલિક ધર્મેન્‍દ્ર પડસાલા ર્ેારા બેઝીક સેટીંગ, ફોટોગ્રાફી, વીડીયોગ્રાફી, ફોટોગ્રાફીનાં પ્રકાર અને પઘ્‍ધતિ વિશે ઉપસ્‍થિત સૌ કોઈને ઉંડાણપૂર્વકની માહિતી આપીને સૌને મંત્રમુગ્‍ધ કર્યા હતા. કાર્યક્રમના અંતે આભારદર્શન રાજ વીડીયોનાં માલીક તથા એસો.નાં મંત્રી રાજુભાઈ ગઢીયાએ સૌનો આભાર માન્‍યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ નરેશભાઈ કથિરીયા, સમિતિનાં સભ્‍યો, બેનર્સનાં દાતાઓ વિ.એ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સેમિનારનું સફળ સંચાલન પ્રા. હરેશ બાવીશીએ કર્યુ હતું.« (Previous News)