Main Menu

અમરેલી પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવા દ્વારા ઘ્‍વજવંદન કરાયુ

પાલિકાના સદસ્‍યો તથા કર્મચારીઓ ઉપસ્‍થિત રહૃાાં

અમરેલી, તા.18

અમરેલી નગરપાલિકા દ્વારા 7રમાં સ્‍વાતંત્ર્ય પર્વ નિમિતે ઘ્‍વજવંદનનો કાર્યક્રમ નગરપાલિકા કચેરીમાં આયોજિત કરવામાં આવેલ હતો. નગરપાલિકાનાં પ્રમુખ જયંતિભાઈ રાણવા દ્વારા ઘ્‍વજવંદન કરવામાં આવેલ હતું. આ તબકકે પ્રમુખ દ્વારા પધારેલા તમામ મહાનુભાવો, નગરપાલિકાના સદસ્‍યઓ, કર્મચારીગણ તેમજ નગરજનોને સ્‍વાતંત્ર પર્વની શુભેચ્‍છા પાઠવેલ હતી.

તેમજ આ પ્રસંગે અમરેલી નગરપાલિકાને સરકાર દ્વારા સ્‍વચ્‍છ ભારત મીશન અંતર્ગત ડોર ટુ ડોર કચરા કલેકશન માટે  1પ વાહનોની ફાળવણી કરવામાં આવેલ હતી. તેનો લોકપર્ણ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવેલ હતો. આ બન્‍ને પ્રસંગોમાં નગરપાલિકાના પુર્વ પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા વર્તમાન ઉપપ્રમુખ શકીલભાઈ સૈયદ, પુર્વ ઉપપ્રમુખ નટુભાઈ સોજીત્રા, સભ્‍યઓ મૌલીકભાઈ ઉપાઘ્‍યાય, કોમલબેન રામાણી, જયશ્રીબેન ડાબસરા, નવાબભાઈ ગોરી, અમીનભાઈ હોત, હીરેનભાઈ સોજીત્રા, પંકજભાઈ રોકડ, જયશ્રીબેનતળાવીયા, દલપતભાઈ ચાવડા, ગાયત્રીબેન ડાભી, પ્રિતીબેન રૂપારેલ, કીરણબેન વામજા, સમીરભાઈ જાની, હરપાલભાઈ ધાધલ, ભાવનાબેન રાઠોડ, પ્રકાશભાઈ કાબરીયા, માધવીબેન જાની, પ્રવિણભાઈ માંડાણી, કંચનબેન વાઘેલા, પદમાબેન ગોસાઈ તેમજ નગરપાલિકા અધિકારીઓ તથા કર્મચારીગણે હાજરી આપેલ હતી.(Next News) »