Main Menu

પૂર્વ ચેરમેન સુરેશ કોટડીયાને પરાજિત કરીને ધારી માર્કેટયાર્ડનાં ચેરમેનપદે ભાજપનાં મનસુખ ભુવાનો વિજય

ધારી, તા. 18

ધારી માર્કેટીંગયાર્ડની ચૂંટણીનાં પરિણામો ભાજપનાં ફેવરમાં આવ્‍યા બાદ આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના સુકાનીઓએ બાજી મારી લીધી હતી અને આઝાદી બાદ પ્રથમ વાર સ્‍પષ્‍ટ રીતે યાર્ડને પોતાના હસ્‍તક કરી લીધું છે.

ધારી માર્કેટીંગયાર્ડનીચૂંટણીનાં પરિણામો ભાજપના ફેવરમાં આવ્‍યા બાદ આજે ચેરમેન અને વાઈસચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસ તરફથી પૂર્વ ચેરમેન સુરેશભાઈ કોટડીયાએ નવરચિત બોર્ડીના હોદ્યે બીરાજવા જંપલાવ્‍યું હતું. કોટડીયાની સીધી ટક્કર ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવા સાથે થતા કોટડીયાને પછાડી ભૂવા ચેરમેનની આ હરિફાઈ જીતી ગયા હતા બીજી તરફ વાઈસ ચેરમેન પદ માટે કોંગ્રેસ ર્ેારા કોઈ ઉમેદવાર મેદાનમાં ન ઉતારવામાં આવતા ભાજપનાં સુભાષભાઈ ગજેરા બીનહરિફ ચૂંટાઈ આવ્‍યા હતા.

યાર્ડના બંધ હોલમાં યોજાયેલ ચૂંટણી જીતી બહાર આવનાર નવનિયુકત ચેરમેન અને વાઈસ ચેરમેનને અતુલભાઈ કાનાણી, હિતેશભાઈ જોશી, જીતુભાઈ જોશી, નરેશભાઈ ભૂવા, જીજ્ઞેશગિરિ ગોસાઈ, મુકેશભાઈ રૂપારેલીયા અને કેતનભાઈ સોની સહિતનાં ભાજપીઓએ ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા.

નવનિયુકત ચેરમેન મનસુખભાઈ ભૂવાએ જણાવ્‍યું હતું કે આજ સુધી યાર્ડનો વિકાસ જ થયો નથી અહીં માત્ર મીટીંગ કરી ગાંઠીયા જ ખવાયા છે, હવે ભાજપનાં નેજા હેઠળ યાર્ડ વિકાસની ક્ષિતિજો સર કરશે.

ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપના એક મેમ્‍બરે ભાજપને દગો કર્યો હતો. મનસુખ ભૂવાને કુલ 11 મતનાં બદલે 10 મત જ મળ્‍યા હતા. આ ગુપ્‍ત મતદાનમાં ભાજપનાએ બાગી ડીરેકટરેકોંગ્રેસનાં સુરેશ કોટડીયાને મત આપ્‍યો હતો. અત્રે ઉલ્‍લેખનીય છે કે આવી રમતમાં કોંગ્રેસ ભાજપથી હોશિયાર છે. ગઈ ટર્મમાં તેમણે આવું સફળ ઓપરેશન પાર પાડી ભાજપના મોમાં આવેલો      કોળીયો છીનવી લીધો હતો અને સત્તા હાંસલ કરેલ. પણ આ વખતે બહુમતીનાં જોરે ભાજપ સત્તારૂઢ બન્‍યો છે.

આઝાદી બાદ પ્રથમવાર સ્‍પષ્‍ટ રીતે યાર્ડને પોતાના હસ્‍તક કરી ભાજપ વિકાસનાં દાવા જરૂર કરી રહૃાું છે પણ હવે જોવાનું રહૃાું કે આવતા દિવસોમાં યાર્ડ માટે કેટલો વિકાસ નવા સુકાનીઓ સાધી શકે છે.