Main Menu

લ્‍યો બોલો : ખનીજ માફીયાઓ આળશ મરડીને ઉભા થયા

મોડીરાત્રીથી વ્‍હેલી સવાર અને રજાનાં દિવસોમાં કરે છે રેતીચોરી
લ્‍યો બોલો : ખનીજ માફીયાઓ આળશ મરડીને ઉભા થયા
એક ટ્રેકટર રેતીનો ભાવ રૂપિયા 4પ00 અને ડમ્‍પરનો ભાવ રૂપિયા 8 હજાર વસુલી રહૃાાની ચર્ચા
લીલીયા, તા. 17
અમરેલી જીલ્‍લા પોલીસ અધિકારી નિર્લિપ્‍ત રાયએ ચાર્જ સંભાળ્‍યા બાદ પોલીસતંત્રએ ભુમાફીયાઓ સામે કાયદાનો સંકજો કસ્‍યો હોવા છતાં તાલુકાના મોટા કણકોટથી લઈ ઈંગોરાળા (ડાંડા) સુધીનાં ગામો નજીકથી પસાર થતી શેત્રુંજી નદીના પટ્ટમાંથી રેતી ઉપાડવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક ભુમાફીયાઓ ખાણ-ખનીજ વિભાગ, પોલીસતંત્ર, વન વિભાગની આંખોમાં ધુળ નાખવા મોટાભાગે રેતી ચોરી જાહેર રજાના દિવસો અને મોડી રાત્રીથી લઈ વહેલી સવાર સુધી કરી રેતી જરૂરીયાતમંદોને ટ્રેકટરનાં રૂા. 4પ00 અને ડમ્‍પરના રૂા. 8000નાં ભાવે વેંચી મારે છે. તેવા સમયે જવાબદાર તંત્ર ઘ્‍વારા ભુમાફીયાઓ સામે પગલા ભરવામાં આવે તેવું સ્‍થાનિક લોકોમાં ચર્ચાઈ રહૃાું છે. લીલીયા પંથકમાં લાઠી, ગારીયાધાર, સાવરકુંડલા, અમરેલીમાં રેતી ચોરી મોકલાઈ રહી હોવાનું મનાઈ રહૃાું છે.