Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ
બાબરા : ખોજા ઈકબાલભાઈ ભીમજીભાઈ ગાંગાણી (ઉ.વ. 68) તે મ. ગુલામહુશૈનભાઈ બરકતભાઈ, અમીરભાઈ, અકબરભાઈ, સલીમભાઈનાં ભાઈ ત્‍થા આરીફભાઈનાં પિતાશ્રીનું તા.13/08/ર018 નાં રોજ અવસાન થયેલ છે. તેમની દફનવિધિ તા.14/8 મંગળવારનાં સવારનાં 10.00 કલાકે બાબરા ખોજા કબ્રસ્‍તાનમાં રાખેલ છે. સદગતનું બેસણું તા.14/08/ મંગળવારનાં બપોરનાં 4 થી 6 કલાકે તેમના નિવાસસ્‍થાને – અમરેલી રોડ ખોજા જ્ઞાતિની વાડી પાછળ રાખેલ છે.
બગસરા : માણેકવાડા નિવાસી સાધુ ધર્મેશભાઈ મનુભાઈ અગ્રાવત (ઉ.વ.ર6) તે સાગરભાઈ, ગૌરાંગભાઈના ભાઈ તથા ઘનશ્‍યામભાઈ તથા અશ્‍વિનભાઈના ભત્રીજાનું તા.1રનાં રોજ અવસાન થયેલછે.
સાવરકુંડલા : ઠા. હસમુખરાય હરિલાલ સવાણી (ઉ.વ.પ1) તે વિનોદરાય હરિલાલ સવાણી (નગરપાલિકા) તથા દિનેશભાઈ હરિલાલ સવાણી (ગઢીયા પ્રોવિઝન) (ડી.પી.)ના નાના ભાઈનું તા.1ર/8ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની ઉત્તરક્રિયા તા.ર3/8ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્‍થાને સાવરકુંડલા મુકામે રાખેલ છે.
સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી રામકુભાઈ નનકુભાઈ વીછીયા (નિ.એસ.ટી. ડ્રાઈવર)ના પિતાજી નનકુભાઈ જીવાભાઈ વીછીયા (ઉ.વ.91)નું તા.7/8ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે દડુભાઈ જીવાભાઈ વીછીયાના ભાઈ તથા મયુરભાઈ, જયદીપભાઈ, રાજદીપભાઈના દાદા થાય છે. તેમની ઉત્તરક્રિયા (કારજ) તા.18/8ને શનિવારના રોજ કાઠી ક્ષત્રિય સમાજની વાડી મોમાઈ માતાજીના મંદિર ખાતે રાખેલ છે.
ચરખા (તા. બાબરા) : ચરખા (તા. બાબરા)ના રહીશ દેવમુરારી લાભુદાસભાઈ મંછારામભાઈ (ઉ.વ.80) તા.13/8ને સોમવારના રોજ રામ ચરણ પામેલ છે. તેઓ ઉમેશભાઈ (ચરખા), પ્રતાપભાઈ (ઈન્‍સ્‍પેકટર, માર્કેટયાર્ડ, બાબરા), અલકાબેન (રાજકોટ), મીનાબેન (મુંબઈ)ના પિતાજી થાય. કેતનભાઈ (સુરત), ચેતનભાઈ (ભાવનગર), આદિત્‍યભાઈ (લેબ કંટ્રોલર, અમર ડેરી, બાબરા શાખા)ના દાદા થાય. સદગતનું બેસણું તા.16/8ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 રામનગર, રિલાયન્‍સપેટ્રોલ પંપ પાસે, રાજકોટ રોડ, બાબરા લૌકીક તેમજ પાછળની ક્રિયા બાબરા ખાતે રાખેલ છે.



« (Previous News)