Main Menu

મિતીયાળાનાં વન વિસ્‍તારમાં સિંહણનો મૃતદેહ મળ્‍યા બાદ બાળસિંહ મળતુ નથી

આજે વિશ્‍વ સિંહ દિવસ
મિતીયાળાનાં વન વિસ્‍તારમાં સિંહણનો મૃતદેહ મળ્‍યા બાદ બાળસિંહ મળતુ નથી
વન વિભાગે યુદ્ધનાં ધોરણે બાળસિંહને શોધવું જરૂરી
અમરેલી, તા.
ધારી ગીર પુર્વમાં સિંહ અને દીપડાના મોતનો સિલસિલો યથાવત છે. ત્‍યારે પહેલા ધારી સરસિયા રેન્‍જમાં એકકી સાથે ત્રણ દિપડાનાં મૃતદેહ મળી આવ્‍યા હતા. ત્‍યારે બાદબે સિંહણના મૃત દેહ મળી આવ્‍યા હતા. જેમ હડાળા રેન્‍જમાંથી એક સિંહણનું સ્‍વાસમાં તકલીફના કારણે મોત નિપજયા હતું ત્‍યારે અન્‍ય એક સિંહણનું મિતિયાળા અભિયારણના માંડણ કુવા વિસ્‍તારમાંથી એક કોલર આઈડી સિંહણનો દસથી પંદર દિવસનો કોહવાયલ હાલતમાં મૃતદેહ વન વિભાગને મળી આવ્‍યો હતો આ કોલર આઈડી સિંહણને એક બચ્‍ચું પણ હતું તેની વન વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ પાંચ – પાંચ દિવસ વિતવા છતાં વન વિભાગને આ સિંહ બાળનો કોઈ પતો નથી લાગ્‍યો અને સા.કુંડલા રેન્‍જ અને મિતિયાળા અભ્‍યારણના વન અધિકારીની બેદરકારી સામે આવી છે. ત્‍યારે વધુ જાણવા પ્રમાણે કોલર આઈડી સિંહણ મરી ગઈ એ વન વિભાગને પંદર દિવસ જેવો સમય વીત્‍યા બાદ સિંહણનો ગળે બાંધેલ પટ્ટો વન વિભાગ મળ્‍યો ત્‍યારે ખબર પડી કે કોલર આઈડી સિંહણ મૃત્‍યું પામી છે આમ વન કર્મચારીઓ જંગલમાં જતા જ નહિ હોય તેવા સવાલ પણ સામે આવ્‍યા છે. ત્‍યારે વન્‍ય પ્રેમીઓમાં સવાલ ઉઠવા પામ્‍યા છે કે જો સિંહણનો મૃતદેહ પંદર દિવસ વીતવા પછી વન વિભાગને ખબર પડતી હોય કે સિંહણનું મોત થયું છે તો આ જ સિંહણનું બચ્‍ચું પણ પંદર દિવસ સિંહણ મૃત્‍યું પામીએ અને બીજા પાંચ દિવસ આમ કુલ વિસ દિવસ કરતા વધારે સમય વીતી ગયાથી લાપતા છે. છતાં વન વિભાગને સિંહબાળનોભાર કે પતો લાગ્‍યો નથી. ત્‍યારે આ કોલર સિંહણ મિતિયાળા અભ્‍યારણ અને રેવન્‍યુનાં ભાડ, વાંકીયા અને નાનુડીમાં વસવાટ કરતી હતી ત્‍યારે વન વિભાગની ઘોર બેદરકારીના કારણે આ સિંહણનો પંદર દિવસ પહેલા મોત થયેલ કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્‍યા બાદ સિંહબાળ વન વિભાગને મળી ન આવતા સિંહપ્રેમીમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્‍યારે આ કોલર સિંહણનું બચ્‍ચા કયાં હશે ? તે જીવિત હશે કે મૃત્‍યું પામ્‍યું હશે ? તેવા સવાલ વન્‍ય પ્રેમીમાં થવા પામ્‍યાં છે. ત્‍યારે વન વિભાગ દ્વારા આ સિંહબાળની શોધ ખોળ શરૂ કર્યાના પાંચ દિવસ જેવો સમય વીતવા છતાં સિંહ બાળ મળતું નથી તો આ સિંહ બાળનું મોત થઈ ચુકયું નહિ હોય ને તેવા સવાલ ઉભા થયેલ છે.