Main Menu

અમરેલીનાં એસ.ટી. ડેપોમાં વધુ એક રોમિયોએ વિદ્યાર્થીનીની પજવણી કરતા પોલીસ ફરિયાદ

છેલબટાઉ યુવાનોની જાહેરમાં સરભરા કરવાની જરૂર
અમરેલીનાં એસ.ટી. ડેપોમાં વધુ એક રોમિયોએ વિદ્યાર્થીનીની પજવણી કરતા પોલીસ ફરિયાદ
‘બેટી બચાવો, બેટી પઢાઓ’નાં માહોલમાં બેટી અસલામત
અમરેલી, તા.
અમરેલી એસ.ટી. ડેપોમાં આવારા તત્‍વો અડ્ડા જમાવી બેસી રહે છે અને શાળા કોલેજોમાં અભ્‍યાસ કરવા માટે આવતી વિદ્યાર્થીની બહેનોને પરેશાન કરી પોતાની મર્દાનગી બતાવતા હોય છે. ત્‍યારે આવા અસામાજિક તત્‍વોને પોલીસે પાઠ ભણાવવા હવે ઠેર ઠેર માંગ ઉઠી છે. ત્‍યારે અમરેલીમાં વધુ એક વિદ્યાર્થીની અમરેલી એસ.ટી. ડેપોમાં આવારા તત્‍વોનો ભોગ બની છે.
આ બનાવમાં વડીયા ગામે રહેતી અને અમરેલીમાં અભ્‍યાસ કરવા માટે અપ-ડાઉન કરતી ક્રિષ્‍નાબેન રાજુભાઈ કારીયા નામની યુવતિ ગઈકાલે બપોરે પોતાનો અભ્‍યાસ કરી વડીયા જવા માટે થઈ અમરેલી એસ.ટી. ડેપોમાં બસમાં બેસવા આવેલ ત્‍યારે કોઈ અજાણ્‍યા શખ્‍સે તેમનો પીછો કરી હેરાન પરેશાન કરવા અંગે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.