Main Menu

અમરેલીમાં પટેલ વૃદ્ધાનું નિધન થતા પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરાયું

ચક્ષુદાનને લઈને જનજાગૃતિ ઉભી થઈ રહી છે
અમરેલીમાં પટેલ વૃદ્ધાનું નિધન થતા પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરાયું
સંવેદન ગૃપ અને રેડક્રોસ સોસાયટીનું ઉમદા કાર્ય
અમરેલી, તા.
અમરેલી નિવાસી ગોમતીબેન ગોરધનભાઈ ભડકણ (ઉ.વ.8ર)નું ઉંમરના કારણે તા.6/8ને સોમવારના રોજ અવસાન થતા તેમની અંતિમ ઈચ્‍છા અનુસાર તેમના વારસદાર પુત્રો ઉમેશભાઈ તથા પ્રકાશભાઈ ભડકણ (રાધેશ્‍યામ મંડપ સર્વિસ વાળા) દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્‍યું. આ ચક્ષુદાન સ્‍વીકારવા માટે ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્‍યાસ, સુરેશભાઈ ઠાકર, સંવેદન ગૃપ અમરેલીના વિપુલ ભટ્ટી, દિલીપ રંગપરા તથા અશોક પાટણવાળાએ સેવા આપી હતી. ગૃપના ટ્રસ્‍ટી દિલીપભાઈ રંગપરાનો જન્‍મદિવસ હોવાથી રાત્રે પરિવારમાં ઉજવણીરાખેલ તે છોડીને તેઓ નેત્રદાન સ્‍વીકારવામાં સામેલ થયા હતા અને આ સેવાને પ્રાથમિકતા આપી પોતાની કટિબઘ્‍ધતા વ્‍યકત કરી હતી. ભડકણ પરિવારની જાગૃતિથી બે અંધજનોના જીવનમાં રોશની આવશે. 47મું નેત્રદાન લેતા સંવેદન ગૃપ સ્‍વર્ગસ્‍થ ચક્ષુદાતા ગોમતીબેનને સાદર શ્રઘ્‍ધાંજલિ સહ તેમના પરિવારના પ્રેરણાદાયી કાર્ય બદલ ધન્‍યવાદ પાઠવ્‍યા હતા. તેમ મંત્રી મેહુલ વાઝાએ જણાવ્‍યું છે.