Main Menu

બૂરે દિન : લીલીયામાં ભુગર્ભ ગટરને લઈને અરાજકતાનો માહોલ ઉભો થયો

અમરેલી, તા.7
લીલીયામોટાનો સરપંચ હીરાબેન ધામતે પાણી-પુરવઠા મંત્રી બાવળીયાને મીઠી ભાષામાં પત્ર લખીને ગામમાં ભૂગર્ભ ગટરને લઈને ઉભી થયેલ સમસ્‍યા દૂર કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવેલ છે કે, લીલીયા ગામમાં ભૂગર્ભ ગટરનો પ્રોજેકટ આપવામાં આવેલ હતો. આ પ્રોજેકટ ર8-1ર-ર014 નાં લોકાર્પણ થતાની સાથે જ અનેક સમસ્‍યાનો જનક બનેલ છે.
ભૂગર્ભ ગટરનું સિવિલ તેમજ ટેકનીકલ ખુબજ નબળું થયેલ હોય અને તેનું નિયમિત ઓપરેશન અને મેઈન્‍ટેન્‍સ કામ ન થવાથી પ્રોજેકટ લોકાર્પણ થતાની સાથે જ બંધ પડેલ છે. જેનો કોઈ વિકલ્‍પ ઉભો ન થતા ગટર ચોક અપ થઈ અને તેના દુર્ગંધ મારતા પાણી શેરી-ગલીઓમાં ઉભરાવા લાગ્‍યા છે.
વધુમાં જણાવે છે કે, આ પ્રશ્‍નના ંઉકેલ માટે ડી.ડી.ઓ.નાં અઘ્‍યક્ષપણા નીચે કમીટી બનાવી તેમજ પાંચ વર્ષનાં નિભાવણી માટે રપ લાખની રકમ ફાળવી કાર્યપાલક ઈજનેર – અમરેલી જિ.પં. ર્ેારા ગટરનાં સંચાલન અને નિભાવણીનાં ટેન્‍ડર પ્રક્રિયા કરી કોન્‍ટ્રાકટ આપવામાં આવેલ જેઓએ પ્રથમ નંદિશ કોર્પોરેશનને કામ મળેલ જેણે કામગીરી અધુરી છોડી જતા રહેતા ત્રણ-ત્રણ વર્ષથી આ પ્રોજેકટ બંધ સ્‍થિતિમાં હોવાથી ગટરની સમસ્‍યા દિવસે દિવસે ગંભીર બનતી જાય છે અને લોકોના આરોગ્‍ય ઉપર જોખમ ઉભુ થતું જાય છે.
અમારા સર્વે અને નિષ્‍ણાંતોના અભિપ્રાયપ્રમાણે આ કામગીરી કરવા માટે જેટીંગ-કંપ્રેસર – ડીસીલ્‍ટ મશીન જેવા સાધનોની જરૂર પડે.
વધુમાં જણાવે છે કે ભૂગર્ભ ગટરનાં ઓપરેશન માટે તમામ નગરપાલિકાઓને જરૂરી સાધનો સરકાર ર્ેારા પુરા પાડવામાં આવેલ છે. જયારે ગ્રામ પંચાયતોને આવા સાધનો આપેલ નથી. લીલીયા ગામે અગાઉ નગરપાલિકા હતી ગામનો વિસ્‍તાર ખુબજ મોટો છે અને ભુગર્ભ ગટરની કામગીરી આવા સાધનો વગર અશકય છે અને મેન્‍યુલી કરવી તે જોખમી છે તેમજ સરકાર ર્ેારા પણ મનાઈ ફરમાવેલ છે. ગટરની રખરખાવટ દરમ્‍યાન ઘણી વખતે ઝેરી ગેસ નિકળે છે અને જાનહાની થવાની દહેશત રહે છે.
વધુમાં જણાવે છે કે, ભૂગર્ભ ગટરનાં કારણે ખુલ્‍લી ગટરો અને વ્‍યકિતગત સંડાસનાં સોસ ખાડાઓ ટુટી ગયા છે તેમજ ગંદા પાણીનાં નિકલનો કોઈ વિકલ્‍પ બચ્‍યો નથી. ગામને ગટરની ગંદકી સહન કરવી પડે છે.
ભૂગર્ભ ગટરના કારણે સમગ્ર ગામનાં તમામ રસ્‍તાઓ બિસ્‍માર બની ગયા છે. ભૂગર્ભ ગટરનાં કારણે તૂટેલા રસ્‍તાઓ રિકારપેટ થવા જોઈએ.
આ ભૂગર્ભ ગટરના કારણે શહેરને પાણી પુરૂ પાડતી ભૂગર્ભ પાઈપ લાઈનો તુટી જવાથી પાણી વિતરણની પણ વિકરાળ સમસ્‍યા ઉભી થઈ છે.
ભૂગર્ભ ગટરનાં પંપીંગ સ્‍ટેશનની મશીનરી વ્‍યવસ્‍થિત કામ કરતી નથી.
ઉપરોકત સમસ્‍યા થોડા દિવસોની નથી ગટર કામગીરી તા. ર8-1ર-ર014 ના રોજ લોકાર્પણ થઈતેને આજે ત્રણ-ત્રણ વર્ષ ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં કોઈપણ સમસ્‍યાનું નિરાકરણ થયેલ નથી. ગામના લોકોએ- વેપારીઓએ અનેક વખત આંદોલનો આવેદન પત્રો પણ આપેલ છે. અધિકારી લેવલે એકબીજા પર પત્ર લખી જવાબદારીની ફેકાફેક સિવાય કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવેલ નથી. હવે આ પ્રશ્‍ન કોઈ ગંભીર સ્‍વરૂપ ધારણ કરે તે પહેલા તેનો ઝડપી ઉકેલ લાવવા અંતમાં માંગ કરેલ છે.


(Next News) »