Main Menu

અમરેલીથી વેરાવળ (સોમનાથ) ટ્રેન આગામી પાંચ દિવસમાં ચાલુ થશે

સાંસદ નારણભાઈ કાછડીયાનાં પ્રયાસથી
અમરેલીથી વેરાવળ (સોમનાથ) ટ્રેન આગામી પાંચ દિવસમાં ચાલુ થશે
રેલ્‍વે મંત્રીએ રેલ્‍વે બોર્ડનાં અધિકારીને સાંસદની રૂબરૂમાં જ ટ્રેન ચાલુ કરવા સૂચના આપી
અમરેલી, તા.6
પ્રાપ્‍ત વિગતો અનુસાર, અમરેલીથી વેરાવળ (સોમનાથ) ચાલતી ટ્રેનના મેન્‍ટેનન્‍સના લીધે છેલ્‍લા ઘણા સમયથી ટ્રેન બંધ કરી દેવામાં આવેલ હતી. જેના લીધે મુસાફરો તેમજ સોમનાથ મંદિરે દશને જતા         યાત્રાળુઓ અને દશનાર્થીઓને ખુબ જ મુશ્‍કેલીઓ પડી રહી હતી. જે બાબતે અમરેલીના જાગ્રુત અને સરકારમાં અમરેલીની જનતા માટે અવાર નવાર રજૂઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયાએ આજ રોજ કેન્‍દ્રીયરેલ્‍વે મંત્રી પિયુષ ગોયલને મળી આ ટ્રેન બંધ હોવાને લીધે મુસાફરો અને            યાત્રાળુઓને પડતી મુશ્‍કેલીઓ બાબતે વાકેફ કરાવી સદરહુ ટ્રેન તાત્‍કાલિક ચાલુ કરવા રજૂઆત કરેલ હતી.
સાંસદની રજૂઆત અન્‍વયે રેલ્‍વે મંત્રીએ હકારાત્‍મક અભિગમ દાખવી અમરેલીથી વેરાવળ (સોમનાથ) ચાલતી ટ્રેનને આગામી પાંચ દિવસમાં ચાલુ કરવા રેલ્‍વે બોડના અધિકારીને સાંસદની હાજરીમાં જ સુચના આપેલ હતી અને વધુમાં મંત્રીએ જણાવેલ હતુ કે, તાલાળા તથા દેલવાડામાં પડેલ અતિ વરસાદને લીધે રેલ્‍વે લાઈનને  નુકશાન થયેલ હોવાથી જયા ૃસુધી તેનું મરામત કામ ન થાય ત્‍યા સુધી અમરેલી-વેરાવળ (સોમનાથ) ટ્રેન તાલાળા અને દેલવાડાને છોડીને ચાલશે.