Main Menu

હાર્દિક પટેલના નિવાસસ્‍થાને પાટીદાર સમિતિની બેઠક યોજાઈ

અમરેલી, તા.
પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલના નિવાસસ્‍થાને આમરણાંત ઉપવાસની રણનીતિ ઘડવા માટે ગુજરાતભરના આંદોલનકારીઓની બેઠક યોજાઈ. એક બાજુ ગુજરાતના પાટીદારો અનામત માટે આખરી લડાઈ લડવાના મૂડમાં આવી ગયા હોય તેમ રવિવારની બેઠકમાં હજારો યુવા આંદોલનકારીઓ હાર્દિક પટેલના નિવાસસ્‍થાને બેઠકમાં હાજરી આપી હતી અને બીજી તરફ સરકાર પણ આર્થિક અનામત આપવાની ચર્ચા વિચારણામાં પડી હોય ત્‍યારે હાર્દિકે પણ પોતાની બેઠકમાં આમરણાંત ઉપવાસમાં સરકાર આર્થિક અનામતની થાળી પીરસે તો આંદોલન બંધ કરવું કે નહીં તેની ચર્ચાએ જોર પકડયું છે. અને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. એક તરફ ખેડૂતોના દેવા માફી માટે હાર્દિક ગુજરાતભરના ખેડૂત સંગઠનોને પત્ર દ્વારા આમરણાંત ઉપવાસનું આમંત્રણ પાઠવવાની વાતો કરે છે, તો આર્થિક અનામત મળે તો આંદોલન સમેટી લેવાની વાતો સાથે ખેડૂતોના દેવામાફીની વાત ભૂલી રહયો છે. આમરણાંત ઉપવાસમાં કોંગ્રેસ ભાજપના તમામ ધારાસભ્‍યોને પણ પત્ર દ્વારા આમંત્રણ પાઠવ્‍યું છે. અને તેમણે કહયું છે કે આમરણાંત ઉપવાસ નિકોલ ખાતેની મંજૂરી માંગવામાં આવી છે. જો સરકાર મંજૂરી નહીં આપે તો તેઓ હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવશે. અને કોઈ પણ સંજોગે આમરણાંત ઉપવાસ ચાલુ કરશે. કારણ કે રપ તારીખે તેમની વિસનગર વાળા કેસની હાઈકોર્ટમાં તારીખ હોવાથી જો જેલની સજા પડશે તો તેઓ જેલમાં પણ ઉપવાસ ચાલુ રાખશે, એટલે જ તેઓ કહે છે આ લડાઈ આરપારની લડાઈ છે, લડીશું તો જીતીશું.