Main Menu

અમરેલીને બ્રોડગેજ રેલ્‍વે સુવિધા આપવામાં ઠાગાઠૈયા

તત્‍કાલીન પ્રધાનમંત્રી નરસિંહરાવથી લઈને વર્તમાન પ્રધાનમંત્રી મોદી સહિત કોઈ દ્વારા
અમરેલીને બ્રોડગેજ રેલ્‍વે સુવિધા આપવામાં ઠાગાઠૈયા
બ્રોડગેજ તો ઠીક મીટરગેજ રેલ્‍વેની સુવિધા પણ હાલ તો છીનવાઈ ગઈ છે
અમરેલી, તા. 4
અમરેલી પંથકની જનતા છેલ્‍લા રપ વર્ષથી બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા ઝંખી રહી છે. પરંતુ તત્‍કાલીન પ્રધાનમંત્રી નરસિંહરાવથી લઈને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સહિત તમામ રાજકીય આગેવાનો અમરેલી શહેરને રપ વર્ષમાં બ્રોડગે રેલ્‍વેની સુવિધા અપાવી શકયા નથી.
મહામુસીબતે મહુવા- લીલીયા-મુંબઈ વચ્‍ચે અઠવાડીયામાં 3 દિવસ શરૂ થયેલ રેલ્‍વેને દૈનિક કરવામાં પણ રેલ્‍વે વિભાગને કોઈ ઉતાવળ નથી. અમરેલી જિલ્‍લાને ભાજપ, કોંગ્રસે સહિત તમામ પક્ષોની સરકારે અન્‍યાય જ કર્યો છે.
અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયા છેલ્‍લા પ0 મહિનાથી જુદા-જુદા રેલ્‍વે મંત્રી સાથે ફોટો સેશન કરાવી રહૃાાં છે પરંતુ રેલ્‍વેની સુવિધા મળતી  નથી.
આશ્ચર્યજનક બાબત એ છે કે, અમરેલી-વેરાવળ વચ્‍ચે દોડતી મીટરગેજ રેલ્‍વેની સુવિધામાં પણ વધારો કરવાને બદલે ક્રમશઃ ઘટાડો કરવામાં આવી રહૃાો હોય માયકાંગલી નેતાગીરીનો ભોગ નિર્દોષ જનતા બની રહી છે.