Main Menu

પટેલ સંકુલમાં સાંસ્‍કૃતિક દિનની ગૌરવભેર ઉજવણી

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત સંચાલિત પટેલ સંકુલ અમરેલી દ્વારા સતત સ્‍થાપનાના ર1માં વર્ષે પણ શૈક્ષણિક વર્ષ-18/19ના સાંસ્‍કૃતિક દિન મહોત્‍સવ યોજાયો હતો. પટેલ સંકુલના નિયામક મનસુખભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ અવિસ્‍મરણીય કાર્યક્રમમાં પ્રાથમિકથી માંડી માઘ્‍યમિક, ઉ. માઘ્‍યમિક, વિનિયન, વાણિજય, વિજ્ઞાન શાખાની કોલેજો સહિતમાં અભ્‍યાસ કરતી 3000 કરતા પણ વધારે વિદ્યાર્થીનીઓએ પ્રાચીન, અર્વાચીન રાસ-ગરબા, મરાઠી, પંજાબી, રાજસ્‍થાની નૃત્‍ય, માઈમ, બામ્‍બુ, એકાંકી, લઘુનાટક, એકપાત્રીય અભિનય સહિત આશરે જુદી જુદી 17 કૃતિઓની પ્રસ્‍તુતિ કરીને સૌને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. આ તકે નિયામકમનસુખભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે છેલ્‍લા વીસ વર્ષની સફળતા બાદ એકવીસમાં વર્ષે સરકારના યુવક સેવા સાંસ્‍કૃતિક વિભાગ તથા યુનિ. યુથ ફેસ્‍ટીવલની ગાઈડ લાઈન મુજબ વિદ્યાર્થીની બહેનોને અમો તાલીમ આપીને કાર્યક્રમ યોજીએ છીએ. જેના પરિણામે અમારા સ્‍પર્ધકોને તાલુકા, જિલ્‍લા, રાજય તથા પ્રાદેશિક યુવા મહોત્‍સવમાં સ્‍થાન મળે છે. જેનું અમોને ગૌરવ છે. શૈક્ષણિક વર્ષ-18/19ના સાંસ્‍કૃતિક મહોત્‍સવને 7000 કરતા પણ વધારે વિદ્યાર્થીનીઓએ મન મૂકીને માણ્‍યો હતો. સંસ્‍થાને ગૌરવ અપાવવા બદલ સ્‍થાપક પ્રમુખ, કેળવણીકાર તથા વતનના રતન વસંતભાઈ ગજેરા, પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉપપ્રમુખ પરશોતમભાઈ ધામી, સેક્રેટરી બાબુભાઈ સાકરીયા, કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઈ ખુંટ, વલ્‍લભભાઈ રામાણી વિગેરેએ અભિનંદન આપ્‍યા હતા. મહોત્‍સવને સફળ બનાવવા પ્‍લાઝા ડાયરેકટર બ્રિજેશભાઈ પલસાણા તથા લાઈટ, સાઉન્‍ડ અને સંગીત વિભાગે જહેમત ઉઠાવી હતી.