Main Menu

ભાજપ સરકારનાંરાજમાં મહિલાઓની સુરક્ષા પર ગંભીર ખતરો : કોંગ્રેસ જિલ્‍લા મહિલા કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું

ભાજપ સરકારનાંરાજમાં મહિલાઓની સુરક્ષા પર ગંભીર ખતરો : કોંગ્રેસ
જિલ્‍લા મહિલા કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું
અમરેલી, તા. 3
અમરેલી જિલ્‍લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ હીનાબેન ત્રિવેદી, હંસાબેન જોષી, માધવીબેન જોષી, સુનિતાબેન વાળા સહિતનીમહિલા અગ્રણીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, તાજેતરમાં બનેલ બળાત્‍કારની ઘટના એ સમગ્ર ગુજરાતીઓનું માથુ શરમથી ઝૂકાવી દીધું છે. કારણકે જાહેર જીવનમાં જે વ્‍યકિતઓ હોય છે. તેની જવાબદારી પ્રજાની જાનમાલ તથા હિતોનું રક્ષણ કરવાનું હોય છે. પરંતુ દુઃખની વાત એ છે કે અત્‍યારે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન ચાલી રહૃાું છે. ત્‍યારે ભારતીય જનતા પાર્ટીના એક પ્રદેશનાં નેતા જયંતિ ભાનુશાળી ઉપર ગંભીર પ્રકારના એટલેકે બળાત્‍કાર જેવા ગુનાની કાયદેસરની ફરિયાદ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી છે.
વધુમાં જણાવે છે કે, આમ તો સરકાર મહિલા સશકિતકરણની વાતો કરે છે. મહિલાઓને અધિકાર આપવાનીવાતો કરે છે. નારી સન્‍માનની વાતો કરે છે. પરંતુ ભાજપની હકીકત જુદી છે. જયારે પોતાની પાર્ટીના કોઈ નેતા કોઈની દીકરીને હોદ્ય આપવાની લાલચ આપીને બળાત્‍કાર જેવી ઘટનાને અંજામ આપે છે ત્‍યારે તે નેતા ઉપર પગલાં ભરવાની જગ્‍યાએ અત્‍યારેતેને બચાવવા માટે સમગ્ર ગુજરાત અને ભારતીય જનતાપાર્ટીનાં તમામ સંગઠન કામે લાગ્‍યું હોય તેવું સ્‍પષ્‍ટ જણાય આવે છે. ફરિયાદી દીકરીને ધમકીઓ મળવી. તેના પરિવારને ધમકીઓ મળવી આ ભાજપની શરમજનક વિચારધારાનો પર્દાફાસ કરે છે. અત્‍યારે જે પ્રમાણે ઘટનાઓ બની રહી છે તે જોતા બીજેપીનું નામ ભારતીય જનતા પાર્ટીની જગ્‍યાએ બળાત્‍કારી ભાજપનાં નેતા જયંતિ ભાનુશાળીની ધરપકડ થાય તેવી લાગણી સાથે માંગણી વ્‍યકત કરીએ છીએ. જો ખૂબ ઝડપથી આ દિશામાં કાર્યવાહી નહીં થાય તો ભવિષ્‍યમાં આનાથી પણ જલદ કાર્યક્રમ આપવાની ફરજ પડશે તેવી ચીમકી અંતમાં આપેલ છે.


(Next News) »