Main Menu

અધુરામાં પુરૂ : અમરેલી જિલ્‍લા સહિત રાજયભરનાં એસ.ટી. કર્મચારીઓ આગામી દિવસોમાં કરશે આંદોલન

અચ્‍છે દિનનાં માહોલમાં આંદોલનનું પ્રમાણ વધી રહૃાું છે
અધુરામાં પુરૂ : અમરેલી જિલ્‍લા સહિત રાજયભરનાં એસ.ટી. કર્મચારીઓ આગામી દિવસોમાં કરશે આંદોલન
એસ.ટી. યુનિયને વિભાગીય નિયામકને આવેદનપત્ર પાઠવ્‍યું
અમરેલી, તા. 3
અમરેલીનાં વિભાગીય નિયામકને મજુર મહાજન, એસ.ટી. કર્મચારી મંડળ અને ભારતીય મઝદુર સંઘ ઘ્‍વારા વિવિધ પ્રશ્‍ને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, એસ.ટી. નિગમના માન્‍યત્રણેય સંગઠનો ઘ્‍વારા નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્‍નો/ માંગણીઓ બાબતે વારંવાર લેખિત તેમજ મૌખીક રજુઆતો રાજય સરકાર અને નિગમના મેનેજમેન્‍ટ સમક્ષ કરવા છતાં નિંદ્રાધિન મેનેજમેન્‍ટ ઘ્‍વારા આજદીન સુધી એકપણ પ્રશ્‍નનો ઉકેલ લાવવા કે તે બાબતેની કોઈ હાકારાત્‍મક કાર્યવાહી આજદીન સુધી હાથ ધરવામાં આવેલ નથી. જેથી ના છુટકે નિગમના ત્રણેય માન્‍ય સંગઠનો અને ઓફીસર્સ એસોસીએશનની બનેલ સંકલન સમિતિ ઘ્‍વારા આંદોલન આપવા આહવાન કરેલ છે.
વધુમાં જણાવેલ છે કે, કર્મચારીઓના પડતર પ્રશ્‍નો / માંગણીઓ અને નિગમના વિકાસના મુદાઓને ઘ્‍યાને લઈ સંકલન સમિતિ ઘ્‍વારા આપવામાં આવેલ આ આંદોલનમાં અમો વિભાગીય સંગઠનો પણ જોડાઈએ છીએ અને સંકલન સમિતિના આહવાન મુજબ કામદારોના પડતર પ્રશ્‍નો / માંગણીઓને વાચા આપવા ગાંધી ચિંઘ્‍યા રાહે માર્ગે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવાના છીએ તેમ અંતમાં જણાવેલ છે.