Main Menu

વડીયાનાં નવા બાદલપુર ગામે ઈલે. પોલનાં તાણીયા હટાવવા બાબતે કુહાડી જીકી

વડીયાનાં નવા બાદલપુર ગામે ઈલે. પોલનાં તાણીયા હટાવવા બાબતે કુહાડી જીકી
સામસામી પોલીસ ફરિયાદ નોંધાય
અમરેલી, તા. 3
વડિયા તાલુકાનાં બાદલપુર ગામે રહેતાં પરેશભાઈ સવજીભાઈ રૈયાણી તથા તેમનાં શેઢા પડોશી ભાવેશ કમળશીભાઈ બાબરીયાનાં ખેતરમાં ઈલેકટ્રીક પોલનાં તાણીયા એકબીજાનાં ખેતરમાં પડતાં હોય, તે તાણીયા હટાવી લેવા બાબતે સામાવાળા ભાવેશ કમળશીભાઈ બાબરીયા, કમળશીભાઈ ભુરાભાઈ બાબરીયા તથા રીનાબેન ભાવેશભાઈ કાબરીયાએ બોલાચાલી કરી અને ઉશ્‍કેરાઈ જઈ પરેશભાઈ રૈયાણીને માથામાં કુહાડી મારી દઈ, તથા લાકડી વડે માર મારી, ગંભીર ઈજા કર્યાની ફરિયાદ વડીયા પોલીસમાં નોંધાઈ છે.
તો સામાપક્ષે આ જ કારણોસર સવજીભાઈ ભીમજીભાઈ રૈયાણી, પરેશ સવજીભાઈ રૈયાણી તથા કલ્‍પેશ સવજીભાઈ રૈયાણીએ બડીયા વડે માર મારી ગાળો આપતા તેમની સામે રીનાબેન ભાવેશભાઈ બાબરીયાએ સામી પોલીસ ફરિયાદનોંધાવી છે.