Main Menu

અમરેલીનાં તત્‍કાલીન કલેકટર પી.આર. સોમપુરા સહિત 7 સામે ચીફ કોર્ટ ર્ેારા સમન્‍સ ઈસ્‍યુ

જીતેન્‍દ્રકુમાર મોદીએ કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ
અમરેલીનાં તત્‍કાલીન કલેકટર પી.આર. સોમપુરા સહિત 7 સામે ચીફ કોર્ટ ર્ેારા સમન્‍સ ઈસ્‍યુ
ગાવડકા ગામની જમીનમાં ગોલમાલ થયાની આશંકાએ ફરિયાદ કરી હતી
અમરેલી, તા. ર
અમરેલીનાં તત્‍કાલીન કલેકટર, તત્‍કાલીન તાલુકા વિકાસઅધિકારી સહિત 7 વ્‍યકિત સામે ચીફ કોર્ટ ર્ેારા સમન્‍સ ઈસ્‍યુ કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે.
વિગત એવા પ્રકારની છે કે મુળ અમરેલી અને હાલ મુંબઈ સ્‍થિત જીતેન્‍દ્રકુમાર મોદીએ અમરેલીની ચીફ કોર્ટમાં આરોપી નં.1, કનુભાઈ કાળીયાર, રે. ગાવડકા આરોપી નં.ર, હિંમતભાઈ ઉર્ફે વીરાભાઈ વાળા, રે. ત્રંબકપુર, આરોપી નં.3, અરૂણાબેન સારીખડા રે. ત્રંબકપુર આરોપી નં.4 નિવૃત કલેકટર પી.આર.સોમપુરા, આરોપી નં.પ તત્‍કાલીન તાલુકા વિકાસ અધિકારી, આરોપી નં.6 અને આરોપી 7 જે તે સમયનાં ગાવડકાનાં તલાટી મંત્રી વિરૂઘ્‍ધ નોંધાયેલ ફરિયાદમાં જણાવેલ છે કે, સને 1994માં તા.ર4-8-94 ના અરસામાં અમો જયોતિ કેમીકલ્‍સનાં નામે એક સુરગભાઈ રાવતભાઈ કાળીયાર રહે. ગાવડકાવાળા પાસેથી તેઓની માલિકી કબજા ભોગવટાની ગાવડકા ગામના ખાતાની સર્વે નં.ર04ની અ-વિભાગની બિન ખેતી અને તે પણ વોશીંગ પાઉડર બનાવવાના ઉદ્યોગ માટેની ઔદ્યોગિક હેતુથી બીન ખેતી થયેલ જમીન 1ર,140-60 ચો.મી. જમીન રજીસ્‍ટર્ડ દસ્‍તાવેજથી અવેજની રકમ ચૂકવી ખરીદી હતી. જે અવેજનાં રૂા.પ0,000 અમોએ ડ્રાફટથી અને ચેકથી ચુકવેલા. આમ તા.ર4-8-94 ના રોજ અમોએ દસ્‍તાવેજ નં.1430/94 થી તેઓ પાસેથી અઘાટ વેચાણ લેખ સબ રજીસ્‍ટ્રાર અમરેલી સમક્ષ નોંધાવી તેઓની સહીથી અને તેમનાપુત્ર આરોપી નં.1 ની સાક્ષીએ અને તેમના પરીવારજનોની સહી  સંમતીથી ખરીદ કરી અમો કાયદેસરનાં માલીક અને કબજે ભોગવટેદાર બનેલ છીએ.
વધુમાં જણાવે છે કે, આ કામનાં આરોપી નં.1નાં એ પોતાની સાક્ષી તરીકે અમો ફરિયાદી જોગ ગુજરનાર સુરગભાઈ રાવતભાઈ    કાળીયાર આરોપી નં.1 ના પિતા થાય છે. તેઓની હૈયાતી અને હાજરીમાં ગાવડકાની સર્વે નં.ર04 ની વિભાગ-અ બીનખેતીમાં ફેરવાયેલ 1ર,140-60 ચો.મી.જમીનનો રજીસ્‍ટર્ડ દસ્‍તાવેજ નં.1430/94 નો તા. ર4-8-1994 ના રોજ નોંધાવી આપી સહી કરી આપેલ હોવા છતાં અને તે દસ્‍તાવેજ કરતી વખતે, અવેજ સ્‍વિકારતી વખતે, અને વેચાણનો વ્‍યવહાર કરતી વખતે આરોપી નં.1 હાજર હોવા છતા અને સદર સંપુર્ણ વ્‍યવહાર તેઓનાં જ્ઞાન અને જાણમાં હોવા છતાં આરોપી નં.4ના સમક્ષ સદર જમીનને બીનખેતીમાંથી પુનઃ ખેતીમાં પરીવર્તીત કરવા માટે તા.7-8-ર009 ના રોજ તથા ત્‍યાર બાદ તા.7-1-ર010, ર3-ર- ર010 તથા 8-3-ર010 અને ર3-4-ર010 ના રોજ માંગણી કરતી અરજ કરેલ છે. જેનો ઉલ્‍લેખ આરોપી નં.4 નાએ તા.ર0-7- ર010 ના હુકમમાં પણ કરેલ છે.
વધુમાં જણાવે છે કે, આમ આરોપી નં.1 સારી રીતે જાણતા હતાં કે તેઓના પિતાશ્રી સુરગભાઈ પાસેથી તેમની હૈયાતીમાં અને આરોપીની હાજરીમાં અને સાક્ષીમાં અમોફરિયાદીએ વોશીંગ પાઉડરનાં ઉદ્યોગ માટે તેઓની જમીન કાયદેસર અવેજ ચુકવી ખરીદેલ હતી,અને મુળભુત રીતે ખેતીમાંથી બીનખેતી કરાવવા માટે પણ અમો ફરિયાદીએ તેઓ પાસેથી કાર્યવાહી કરાવેલ. કારણ કે અમો ફરીયાદી ખેડૂત ખાતેદાર બની શકીએ નહી એટલે કે જયોતિ કેમીકલ્‍સ નામની પેઢી ખેડૂત ખાતેદાર બની શકે નહીં તેથીસુરગભાઈની માલીકી કબજા ભોગવટાની જમીન સર્વે નં.ર04 ને બીનખેતીમાં ફેરવાવી વિભાગ-અ ની જમીન અમોએ ખરીદેલ જયારે વિભાગ-બ ની જમીન અમારી જેમ સપના કેમીકલ્‍સનાં પ્રોપરાઈટર શોભાબેન જીતેન્‍દ્રભાઈ મોદીએ ખરીદેલ છે. તેમ છતા આરોપી નં.1 નાએ ગુજરનાર સુરગભાઈનાં નામે સદર જમીન પુનઃ ખેતીમાં પરીવર્તીત કરાવવા આરોપીનં.4 ની મદદગારીમાં કેટલાક ખોટા અરજ, અહેવાલ, સોગંદનામુ વિગેરે દસ્‍તાવેજો બનાવટી ઉભા કરી ખેતીમાં પરીવર્તન કરાવવાનો હુકમ આરોપી નં.1 અને 4 નાએ ભેગા મળી કોઈ ચોક્કસ ઈરાદો પાર પાડવા ખોટો પુરાવો રજુ કરી અને આરોપી નં.4નાએ ખોટા પુરાવાને સ્‍વીકારી આરોપી નં.4ના એ જાહેર નોકરની હૈસીયતથી કલેકટર દરજજે તેઓ સમક્ષ ચાલતી કાર્યવાહીમાં તેવા ખોટા પુરાવાઓ અને ખોટી નોંધનાં આધારે અભિપ્રાય બાંધી પરીણામ સ્‍વરૂપે તા.ર0-7-10નો હુકમ કરી અને તેઓ ખોટો પુરાવો હોવાનું જાણવા છતાં તેનો પુરાવાતરીકે ઉપયોગ કરી-કરાવીને આરોપી નં.1 અને આરોપી નં.4 નાએ બીનખેતીમાંથી ખેતીમાં પરીવર્તન કરવાનો હુકમ કરેલ છે. જેથી આરોપી નં.4 નાએ ભારતીય દંડ સંહિતાના પ્રકરણ-11 અન્‍વયેની કાયદાની જોગવાઈઓના પ્રબંધો અનુસાર ગુન્‍હો કરેલ હોય અને તે પણ અમો ફરીયાદીને અને અમારા હક્ક હીતોને હાની પહોંચાડવાના ઈરાદાથી કાનુની મર્યાદાઓને જાણી બુઝીને અવગણીને અમો ફરીયાદીને સાંભળ્‍યા વગર કે નોટીસ આપ્‍યા વગર બારોબાર કોઈ ચોક્કસ ઈરાદો પાર પાડવા કોઈ વગમાં કે કોઈ પ્રલોભનમાં આવીને આરોપી નં.4 નાએ પોતાના હોદ્યાનો દુરઉપયોગ કરી અપરાધ કરેલ છે. અને તે રીતે પોતાની સતા અમો ફરીયાદીને હાની કરવા સદર હુકમથી પોતાની સતા વાપરી સતાનો દુરઉપયોગ કરી નૈતિક રીતે સમાજ વિરોધી તેઓને મળેલ સતાનો છડેચોક દૂર ઉપયોગ કરી આરોપી નં.1 થી 3 ના ગુન્‍હાહીત કૃત્‍યમાં મદદ કરી અને તેમા પણ પોતે તેમ કરવાથી કયાય ફસાઈ ન જાય તેની બચવા માટે પોતાના જ હુકમમાં આરોપી નં.1ની માંગણી સંબંધે જો ભવિષ્‍યમાં કંઈ ખોટુ નીકળી આવે તો પોતાનો કરેલ હુકમ આપો આપ બીનઅમલી થશે તથા અરજદાર સામે એટલે કે આરોપી નં.1 સામે ફોજદારી રાહે પગલા ભરવાના રેહેશે તેવુ ઠરાવી આપી અને તે પણ તેઓના જાતે ખુદના કરેલ હુકમમાં લેખીતમાં ઠરાવી આપેલ છે.આમ, આરોપી નં.4 નાએ આરોપી નં.1 થી 3 ની મદદગારીમાં અમો ફરીયાદીને હાની પહોંચાડવાના ઈરાદાથી ખોટો હુકમ દસ્‍તાવેજ એક જાહેર નોકરની હૈસીયતથી કલેકટર દરજજે બનાવી ઉભો કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને ભારતીય દંડ સંહિતાની પ્રકરણ-9 અન્‍વયેની જોગવાઈઓનો સરેઆમ ભંગ કરી ગુન્‍હાહિત કૃત્‍ય આચરેલ હોય, તેઓ તમામ વિઘ્‍ધ સખ્‍ત નશ્‍યતે થવા અમો ફરીયાદીની હાલની આ ફરીયાદ છે.
વધુમાં આ કામનાં આરોપીઓ પૈકી આરોપી નં.6,7 તથા અન્‍યઅધિકારીઓએ પણ આરોપી નં.4 ની ઉપરોકત ગુનાહિત કાર્યવાહીમાં પોત પોતાની સહીથીદરખાસ્‍ત કરીને, અભિપ્રાય આપીને, ફરીયાદીની અરજીને અવગીને અને ફરીયાદીને હાની કરવાના ઈરાદાથી કાયદાથી નિષેધ ફરમાવવામાં આવ્‍યો હોય અને અમો ફરીયાદીને દિવાની રાહે પગલુ ભરવા માટે કારણ પ્રાપ્‍ત થાય તે પ્રકારે ગેરકાનુની કાર્યવાહી ઉભી કરીને ગુન્‍હાહીત ષડયંત્ર રચીનેઅમો ફરીયાદી સાથે તથા જયોતિ કેમીકલ્‍સના પ્રોપરાઈટર સાથે પણ ગુન્‍હાહિત વિશ્‍વાસઘાત કરવા-કરાવવા અને અમો ફરીયાદીની માલીકી કબજા ભોગવટાની સ્‍થાવર મિલ્‍કતને અપ્રમાણીક પણે પડાવી લેવા અને ઓળવી જવા ખોટા બનાવટી દસ્‍તાવેજો આરોપી નં.1 થી 3 નાની મદદગારીમાં ઉભા કરી અમો ફરીયાદી ભવિષ્‍યમાં તેઓને આ મિલ્‍કત પરત આપી દઈએતેવા ઈરાદાથી કપટ કરીખોટા દસ્‍તાવેજો ઉભા કરી-કરાવેલ છે. અને બનાવટી હુકમ, અરજી, વસીયતનામુ,કબ્‍જા સાથેનો બાનાખત કરાર, વેચાણ દસ્‍તાવેજો તથા રેવન્‍યુ રેકર્ડનીનોંધો બનાવટી અને બોગસ ઉભી કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને અમો ફરીયાદીની માલીકી કબજા ભોગવટાની ફરીયાદમાં આગળ જણાવેલી વિગતવાળીજમીન પડાવી લઈ અમરેલીનાં પ્રદિપભાઈ પરશોતમભાઈ,  સરલાબેન પ્રદિપભાઈ, અર્જુનભાઈ પ્રદિપભાઈ, અમીબેન અર્જુનભાઈ, રાહુલભાઈ પ્રદિપભાઈ તથા રિઘ્‍ધિબેન પ્રદિપભાઈ એમ સંયુકત કુલ 6(છ) ઈસમોના નામે અને તેઓ તમામ જોગ સને-ર011માં અમરેલી સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં દસ્‍તાવેજની નોંધણી અનુક્રમ નં.760/ર011 થી કરાવી આપી અમારી માલીકી કબજાની ફરીયાદવાળી જમીન પડાવી લેવા ઓળવી જઈ વેચાણ આપી દેવાનું ગુનાહિત કૃત્‍ય આચરેલ છે.  ચિફ જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ ર્ેારા આ ફરિયાદનાં તમામ આરોપીઓ વિરૂઘ્‍ધ સમન્‍સ ઈસ્‍યુ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.