Main Menu

અવસાન

અમરેલી : મોઢ ચતુર્વેદી (ખિજડીયા સમવાય) બ્રાહ્મણ મરણ : હરેશકુમાર જસવંતરાય ભટ્ટ (ઉ.વ.પ4), તે દેવેન્‍દ્રભાઈ (બકુલભાઈ) જસવંતરાય ભટ્ટ, ગૌતમભાઈ (રાજેશભાઈ)નાંનાનાભાઈ તથા ભાવેશભાઈનાં મોટાભાઈનું તા.ર6/7 નાં રોજ સાવરકુંડલા મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તેઓની પ્રાર્થનાસભા બ્રહ્મસમાજ વાડી, ગોપી સીનેમા પાસે, સ્‍ટેશન રોડ, અમરેલી ખાતે તા.30/7 સોમવારનાં દિવસે સાંજે 4:00 થી 6:00 રાખેલ છે.
અમરેલી : વિસાણી વસંતભાઈ મોહનભાઈ, રહે. માણેકપરા, અમરેલી, (ઉ.વ. 67) તે રાજેશભાઈ વસંતભાઈ વિસાણી તથા કેતનભાઈ વસંતભાઈ વિસાણી તથા બીનાબેન જયેશભાઈ જોટંગીયાના પિતાશ્રી તા.ર8/7 નાં રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું માણેકપરા, વૈદરાજની મઢુલી અમરેલી ખાતે તા.30/7 નાં સોમવારે સાંજે 4 થી 6 નાં રોજ રાખેલ છે.
બાબરા : બાબરા નિવાસી હસુભાઈ શાંતિલાલભાઈ હરિયાણીનાં માતુશ્રી સ્‍વ. નિર્મળા બા તા.ર8/0ટ ને શનિવારનાં રોજ દેવલોક પામેલ છે. તેમનું બેસણું તા.30/7 ને સોમવારે બાબરા મુકામે લોહાણા મહાજનવાડીમાં સાંજના 4 થી 6 કલાક દરમ્‍યાન રાખેલ છે.
અમરેલી : મહેશભાઈ પ્રેમશંકરભાઈ ભટ્ટના ધર્મપત્‍નિ સ્‍વ. રમિલાબેન મહેશભાઈ ભટ્ટ તા.ર8/7 ને શનિવારનાં રોજ સ્‍વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું તા. 30/8 ને સોમવારનાં રોજ સાંજના 4 થી 6 જીવનમુકતેશ્‍વર મહાદેવ મંદિર, રેલ્‍વે સ્‍ટેશન સામે, અમરેલી ખાતે રાખેલ છે.
અમરેલી : લોહાણા મરણઃ રાજેશભાઈ મગનભાઈ નાગ્રેચા, (ઉ.વ. 60)(લાડલી ફેશન લીલીયા મોટાવાળા) તેઓ દિલીપભાઈ નાગ્રેચાનાં નાનાભાઈ તેમજ ઉપેનભાઈ નાગ્રેચા (રંગોલી ગારમેન્‍ટ)નાં મોટાભાઈ તેમજ પરિત નાગ્રેચાનાં પિતાશ્રીનું તા. ર8/7 ને શનિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તથા ઉઠમણું તા.30/7 ને સોમવારનાં રોજ સંઘવી ધર્મશાળા, સ્‍ટેશન રોડ, ક્રિષ્‍ના પેટ્રોલપંપ પાસે, પ્રાર્થનાસભા 4 થી પ.30 તેમજ ઉઠમણું સાંજના પ.30 કલાકે, અમરેલી ખાતે રાખેલ છે.
લાઠી : લાઠી નિવાસી મુળીબેન ગોવિંદભાઈ ગોહિલ રામચરણ પામેલ છે. તે મનસુખભાઈ ગોવિંદાઈ ગોહિલ અશોકભાઈ ગોહિલના માતૃશ્રી થાય તેમજ વિપુલભાઈ, શારદીક, ચિરાગ, જયદેવ, મયુર, રાજ, પ્રતીક અને હેનીલનાં દાદીમાં થાય. તેમની દશા અષાઢ વદ 8 ને રવિવારે તા.પ/8 ને રવિવારે રાખેલ છે અને ઉત્તરક્રિયા અષાઢ વદ 9 ને સોમવારે તા.6/8 નાં રોજ રાખેલ છે.અને તેમનું બેસણું તા.30/7 ને સોમવારે રાખેલ છે. સમય 4 થી 6 વાગ્‍યા સુધી સ્‍થળ – મુ.લાઠી, ચેતન ગલી, વાણીયા શેરી.