Main Menu

અંતે સાવરકુંડલાનાં મોચી યુવકને ન્‍યાય અપાવતાં એસપી

ર વર્ષ સુધી દલખાણીયાથી લઈને દિલ્‍હી સુધી રજુઆત કર્યા બાદ
અંતે સાવરકુંડલાનાં મોચી યુવકને ન્‍યાય અપાવતાં એસપી
ગરીબ પરિવારનાં યુવકને ફરિયાદ ન કરવા માટે મારી નાખવાની ધમકી પણ મળતી હતી
અમરેલી, તા. ર1
ધારી તાલુકાનાં દલખાણીયા ગામનાં અને હાલ સાવરકુંડલા ખાતેરહેતા કમલેશ બાવચંદભાઈ યાદવ નામનાં યુવકની ફરિયાદ ધારી પોલીસ સ્‍ટેશનમાં આપવામાં આવી છે.
ફરિયાદમાં જણાવેલ છે કે, ધારી તાલુકાનું ગામ દલખાણીયા અમારૂ મુળ વતન છે. જમીન અને મકાન તમામ વડીો પાર્જીત છે અને વારસાગત મિલ્‍કત આવેલ છે. તેમાં અમો હિન્‍દુ વારસ ધારા હેઠળના કાયદેસરના સીધી લીટીના વારસદારો છીએ અને 7/1રમાં ચાર વારસદારોના નામ છે. (1) નારણભાઈ શાંતીભાઈ યાદવ (ર) બાવચંદભાઈ શાંતીભાઈ યાદવ (3) મંજુલાબેન શાંતીભાઈ યાદવ (4) અવસાન થયેલ જેન્‍તીભાઈ શાંતીભાઈ યાદવ એમ અમો કાયદેસરનાં વારસદારો છીએ તેમાંથી જેન્‍તીભાઈ શાંતીભાઈ યાદવનું અવસાન તા. ર7/6/ર016નાં રોજ થયેલ છે. પરંતુ તેઓના મરણના દાખલામાં ખોટી તા. ર8/6/16 જણાવેલ છે અને નારણભાઈ શાંતીભાઈ યાદવે ધારી નાયબ કલેકટરની મુદતમાં જવાાબમાં તા. 1પ/પ/ર017ના રોજ જેન્‍તીભાઈની મરણની તારીખ તા. ર6/10/ર016 જણાવેલ છે. તેઓને કોઈપણ વારસદારો નથી. પત્‍ની, પુત્ર કે પુત્રી કોઈ પણ વરસો નથી નીઃસંતાન અવસાન થયેલ છે. જેમાં 7/1રમાંથી ના કમી કરવા માટે જેન્‍તીભાઈનું અમો ફરિયાદીના પિતાજી બાવચંદભાઈ શાંતીભાઈ યાદવ કાયદા નિયમની જોગવાઈ મુજબ ધારી મામલતદારમાં નામ કમીની અરજી કરેલ મરણનો દાખલો સોગંદનામું, પેઢીનામું, 7/1ર, 8(અ) તમામઆધાર પુરાવા સાથે તા. ર8/7/ર016નાં રોજ અરજી કરેલ મરણનો હતી. તો ધારી મામલતદારે કચેરીએ અમારી નામ કમીની અરજી સર્કલ ઓફીસર સી.બી. સોરઠીયાએ નામ કમીની અરજી સીધી કોઈપણ વારસદારને સાંભળ્‍યા વિના નામંજુર કરેલ છે. તેથી મેં પુછતા કયાં કારણોસર નામંજુર કરેલ છે. તેથી તેઓ સી.બી. સોરઠીયાએ તેવું કીધેલ કે તમારા પક્ષકારોની 13પ-ડી નોટીસ બજેલ નથી તેથી નામંજુર કરેલ છે. હકીકતમાં રેકર્ડ ઉપર તમામ વારસદારોને નોટીસ બજેલ છે અને અમોને હેરાન કરવાના મલીન ઈરાદે નામંજુર કરેલ છે. તેથી રૂપિયા 3ની ટીકીટ ચોડી નોંધના કાગળો કઢાવી તો તેમાં રેવન્‍યુ તલાટીના પત્રમાં લખેલ હતું કે ખાતેદાર એકના પુત્રએ (1) રાજેશભાઈ નારણભાઈ યાદવ (ર) દીગુભાઈ નારણભાઈ યાદવ નામ કમીની સામે આ બંનેએ વાંધા અરજી ધારી મામલતદારમાં રજુ કરેલ અને વાંધા અરજી સાથે એક જમીનનું ખોટુ બનાવટી કાયદાની વિરૂઘ્‍ધમાં વીલ રજુ કરેલ. તો આ મુદો મામલતદાર કચેરી નવ મહિના સુધી મુદો છુપાવી તથા દબાવી દેવામાં આવેલ અને સરકારી રેકર્ડ સાથે ચેડા થયેલ છે તે બાબત સાદી અરજીથી મામલતદારે માહિતી આપેલ નથી. તેથી અમોને શંકા લાગતા અને રેકર્ડ સાથે ચેડા હોવાથી મે આરટીઆઈ માહિતી અધિકાર કાયદા મુજબ ધારી મામલતદાર પાસે માહિતી નમૂના ક મુજબતા. 1/1ર/ર016ના રોજ માંગેલ પણ માહિતી હોવા છતાં આપેલ નથી અને રેકર્ડ નવ મહિના સુધી છુપાવી દીધેલ છે અને માહિતી કાયદા પ્રમાણે માહિતી ન આપતા મેં પ્રાંતમાં અપીલ કરેલ છે. અને તેથી કામ ન થતાં માહિતી આયોગમાં અપીલ કરેલ છે. અને પ્રાંત માહિતી આપવા હુકમ કરેલ છે છતાં મામલતદાર કચેરીએ માહિતી આપેલ નથી. તેથી માહિતી કાયદા મુજબ બાર મહિના પછી આ દલખાણીયા ગામે જમીન જેના ખાતા નંબર 90નું ખોટુ વીલ અને વાંધા અરજીની નકલ આરોપીએ રજુ કરેલ માહિતી કાયદા મુજબ મળેલ છે અને દલખાણીયા ગામની જમીન જેના ખાતા નં. 90નો ખોટું વીલ જોતા ગુજરનાર કાકા જેન્‍તીભાઈ શાંતીભાઈ યાદવની બીમારી દરમ્‍યાન એક ખોટુ વીલ તા. 14/6/ર016ના રોજ બનાવેલ જે વીલ નં. 764થી સબ રજીસ્‍ટરમાં નોંધાયેલ. તેમાં કોઈપણ વારસદારોની સહી કે સંમતી લેવામાં આવેલ નથી અને કોઈપણની સહી પણ નથી અને જીવતા વારસદારો છુપાવી દેવામાં આવેલ છે તે રેકર્ડ ઉપર છે અને વીલમાં પાના નં. 7 ઉપર અલગ અલગ સહીઓ વીલ કરનારની છે. જેતીભાઈ અને જેન્‍તીભાઈ અલગ અલગ સહીઓ છે અને દરેક પાના ઉપર અલગ અલગ સહીઓ બોલે છે અને પાના નંબર સતા ઉપર ખખાતેદાર ચારમાંથી એકની સહી છે જે બાબુભાઈ શાંતીભાઈ યાદવની છે અને તેઓના પુત્રએ નારણભાઈના બદલેબાબુભાઈની સહી કરેલી છે. અલગ અલગ નામની સહીના ચેડા થયેલ છે અને મારા કાકા જેન્‍તીભાઈ યાદવે કાયદેસર રીતે વીલ બનાવી આપેલ નથી તેની બીમારીનો દુરઉપયોગ કરી રાજેશભાઈ અને દીગુભાઈએ વીલ બનાવેલ છે. વીલ પાના નં. 1 પેરેગ્રાફ નં. ર માં દર્શાવેલ હીકકત તદન ખોટી છે તેમાં વીલ કરી આપનારે પોતાની ખાતા નંબર 90ની તમામ મિલ્‍કત પોતાની માલીકીની અને પોતાના પૈસામાંથી ઉત્‍પન્‍ન કરેલ સ્‍વ પાર્જીત મિલ્‍કતછે. તમામ મિલ્‍કત તેઓના કબજા ભોગવટા અને તેના માલીકીની છે તેવું દર્શાવેલ છે. હકીકતમાં તેઓના નામે કોઈપણ મિલ્‍કત બોલતી તેઓના કબ્‍જા ભોગટાની માલીકીની નથી અને આ તમામ મિલ્‍કત વડીલોપાર્જીત અને વારસાગત મિલ્‍કત છે જે મિલ્‍કતની જમીનમાં રાજેશભાઈ તથા દીગુભાઈએ આ જમીનનું વીલ બનાવેલ હોય અને તે ખોટુ વીલ સાચા તરીકે મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીમાં બે-બે વાર રજુ કરેલ છે અને ખોટુ વીલ બનાવેલ તેવા ધારી મામલતદારનો હુકમ થયેલ છે. અને ધારી નાયબ કલેકટરમાં ખોટુ વીલ રજુ કરતા તે ખોટુ વીલ સ્‍વીકારેલ નથી તેવો હુકમ થયેલ છે. જેથી ખોટુ વીલ બનાવનાર રાજેશભાઈ તથા દીગુભાઈ તથા વીલમાં સાક્ષી તરીકે સહી કરનાર બાબુભાઈ શાંતીભાઈ યાદવ, મુકેશભાઈ રાઘવજીભાઈ ધોરાજીયા તેમજ લાલજીભાઈ કુરજીભાઈ ઉમરેટીયા રહે. ત્રણેય દલખાણીયાતથા તપાસમાં જે ખુલે તે તમામ સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે. તેમજ ખોટા વીલના આધારે અમારી વડીલોપાર્જીત મિલ્‍કતમાં ગેરકાયદેસર રીતે રાજેશભાઈ તથા દીગુભાઈ તથા નારણભાઈએ કબજો કરેલ હોય અને અમોને દલખાણીયા આવો તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. તેમ અંતમાં જણાવેલ છે.